કોર્ટ કાર્યવાહી:ખંભાળા ગામે હોળીની રાત્રે વૃદ્ધા પર થયેલ હુમલાના આરોપીની બીજી વખતની જામીન અરજી કોર્ટે રદ કરી

પોરબંદર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વકીલની દલીલને માન્ય રાખી સેસન્સ જજે આરોપીની અરજી રદ કરી

બનાવની વીગત એવી છે કે, પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના ખંભાળા ગામ ખાતે હોળીનો તહેવાર હોય અને દાંડીયા રાસ પુર્ણ થતા ભરમીબેન માલદેભાઈ દાસાના પુત્ર વિક્રમને તેડી જવા બોલાવતા વિક્રમ પોતાની ગાડી લઈને આવેલ અને તે સમયે જ આરોપી અરજન વજશી ઓડેદરા, જેઠા ખીમા ઓડેદરા અને ભરત વિરમ ઓડેદરાએ વીક્રમની ગાડી પર હુમલો કરી અને વીક્રમને મારી નાખવાની કોશીશ કરતા હતા.

જેથી ભરમીબેન આવીક્રમને બચાવવા જતા આરોપી અરજન વજશીએ ભરમીબેનના માથામા પાઈપ મારી દેતા ભરમીબહેનને પોરબંદર સરકારી હોસ્પીટલ ખસેડવામાં આવેલ અને તે બાદ જામનગર હોસ્પીટલમા સારવાર આપવામા આવેલ હતી. જે બાદ આરોપીઓએ પોતાને જામીન મુકત કરવા અરજ કરેલ જે અરજી કોર્ટ દ્વારા નામંજુર કરવામા આવેલ. જેથી આરોપીઓએ ગુજરાત હાઈકોર્ટમા જામીન મુકત થવા અરજ કરેલ હતી.

ગુજરાત હાઈકોર્ટમા આરોપીઓ પૈકી અરજન વજશીની જામીન મેળવવાની અરજી પરત ખેંચી લીધેલ હતી અને બાકીના આરોપીઓને જામીન મળેલ હતા. બાદ અરજન વજશીએ ફરીથી પોરબંદરના સેસન્સ જજ મન્સુરીની કોર્ટ મા જામીન મેળવવાના હેતુ થી અરજી કરેલ હતી જે અરજી સામે પોરબંદરના એડવોકેટ વીપુલ એન.ભેસારા, હુસેન એ.શેખ તથા ઉર્વશીબેન હીંગળાજીયાએ એવી દલીલ કરેલ કે એક વખત ગુજરાત હાઈકોર્ટમા કોઈ અરજી કરવામા આવે અને તે અરજી પરત ખેંચવામા આવે તો પણ તેવી અરજી નામંજુર થયેલ બરાબર જ ગણાય અને તે રીતે હાલના કામે આરોપીને જામીન મુકત કરવા યોગ્ય નથી. જે દલીલો માન્ય રાખી પોરબંદરના સેસન્સ જજે આરોપીની અરજી રદ કરેલ હતી.

અન્ય સમાચારો પણ છે...