રજુઆત:પાલીકાને ગેરકાયદેસર બાંધકામ વાળી બિલ્ડીંગ વિરૂદ્ધ પગલાં લેવા કોર્ટનો આદેશ

પોરબંદર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સામાજિક આગેવાને હાઇકોર્ટમાં પીઆઇએલ દાખલ કરી હતી

પોરબંદરના સામાજીક અગ્રણી જયેશભાઈ સવજાણી દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં તેમના એડવોકેટ કાનન આર. જાડેજા દ્વારા ગેરકાયદેસર બાંધકામ વાળી બીલ્ડીંગનું બાંધકામ અટકાવવા તથા બીલ્ડીંગનું ડિમોલીશન ક૨વા માટે હાઈકોર્ટમા પીઆઈએલ દાખલ કરેલ હતી.

એમઈએમ સ્કુલ સામે બીલ્ડર દ્વારા ગેરકાયદેસર રીતે બીલ્ડીંગનું બાંધકામ કરવામાં આવેલ છે અને તેમની પાસે કાયદેસરના નકશા કે એપ્રુફ પ્લાન ન હોવા છતા ગેરકાયદેસર બાંધકામ કરેલુ હોય તેમજ પોરબંદર ટાઉન પ્લાનીંગ કમીટી દ્વારા ચીફ ઓફિસરના વાંધા હોવા છતાં ટાઉન પ્લાનીંગ કમીટી દ્વારા ઠ૨ાવ પાસ કરવામાં આવેલ અને બાંધકામની મંજુરી આપેલ હતી,બાદ આ બાબતની રજુઆત પાલીકા તથા અન્ય ઓથોરીટી સમક્ષ કરવામાં આવેલ હતી.

પરંતુ ગેરકાયદેસર બાંધકામ બાંધવાનું અટક્યું નહીં જેથી પાલીકાના ચીફ ઓફીસર દ્વારા ટાઉન પ્લાનીંગ કમીટી દ્વારા જે ઠરાવ પાસ કરવામાં આવેલ હતો તેને પોરબંદર ક્લેકટરમાં ઠરાવ રદ કરવા માટે દરખાસ્ત પણ કરેલ હતી. પરંતુ તેમ છતા પણ બીલ્ડીંગનું બાંધકામ ચાલુ રાખવામાં આવેલ હતું.

જયેશભાઈ સવજાણી દ્વારા રજુઆત કરવામાં આવેલ પરંતુ પાલીકા દ્વારા બીલ્ડીંગનું બાંધકામ અટકાવવા કોઈ પણ પગલા લેવામાં ના આવતા આખરે ગુજરાત હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરી હતી, જેમાં તેમણે ગેરકાયદેસર બીલ્ડીંગનું બાંધકામ અટકાવા તથા ગેરકાયદેસર બીલ્ડીંગનું બાંધકામ તોડી પાડવા માટેની રજુઆતો કરેલ હતી. એડવોકેટ કાનન આર. જાડેજા દ્વારા ગુજરાત હાઈકોર્ટ સમક્ષ સુપ્રિમ કોર્ટનાં વિવિધ જજમેન્ટ ૨જુ ક૨ી વિગતવાર દલીલો કરેલી હતી. ત્યારે ગુજરાત હાઈકોર્ટ દ્વારા પોરબંદર પાલીકાને આ ગેરકાયદેસર બાંધકામ વાળી બીલ્ડીંગ વિરુધ્ધ તાત્કાલીક કાયદેસરના કડક પગલા ભરવા આદેશ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...