સંગ્રામ પંચાયત ચૂંટણી-2021:98 ગ્રામપંચાયતની ચૂંટણીની મતગણતરી

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
રાત સુધી મતગણતરી ચાલુ - Divya Bhaskar
રાત સુધી મતગણતરી ચાલુ
  • બહોળી સંખ્યામાં ઉમેદવારોના સમર્થકો ગણતરી કેન્દ્ર ખાતે પહોંચ્યા : વિજેતાઓનું ઢોલ વગાડી સ્વાગત કરાયું

પોરબંદર જિલ્લાના ત્રણેય તાલુકા ખાતે ગ્રામપંચાયતની ચૂંટણીની મતગણતરી યોજાઈ હતી. બહોળી સંખ્યામાં ઉમેદવારોના સમર્થકો મત ગણતરી કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા. વિજેતા થયેલ સરપંચોનું ભવ્ય સ્વાગત થયું હતું. ગ્રામ્ય વિસ્તારમાં અનેરો આનંદ છવાયો હતો. પોરબંદર જિલ્લામા 130 ગ્રામ પંચાયત ની સામાન્ય ચૂંટણીમા 31 ગ્રામપંચાયત સમરસ થઈ હતી. જ્યારે ભોદ ગામે સરપંચ બિનહરીફ થયા છે અને વોર્ડમાં એકપણ સભ્યના ફોર્મ ન આવતા વોર્ડ બધા ખાલી રહેતા આ ગામમાં ચૂંટણી યોજાઈ ન હતી, પોરબંદર જિલ્લાની 98 ગ્રામપંચાયતની ચૂંટણીમાં 254 સરપંચ અને 1687 સભ્યો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો હતો. ગ્રામપંચાયતની ચૂંટણીમા બેલેટ પેપરથી મતદાન થયુ હતું.

ત્રણેય તાલુકાનું કુલ 73.66 ટકા જેટલું મતદાન થયું છે. ગત વખતે ગ્રામપંચાયતની ચૂંટણીમા 55.64 ટકા મતદાન થયું હતું જ્યારે આ વખતે 18.2 ટકા વધુ મતદાન થયું હતું. તા. 21 ડિસેમ્બરે મંગળવારે પોરબંદરની માધવાણી કોલેજ, રાણાવાવની વિનિયન કોલેજ અને કુતિયાણા સરકારી હાઈસ્કૂલ ખાતે મત ગણતરી યોજાઈ હતી. સવારે 9 કલાકે મતગણતરી શરૂ થઈ હતી. ઉમેદવારો, સભ્યો અને તેઓના સમર્થકો વહેલી સવારથી જ ચૂંટણીના પરિણામ માટે આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા. મત ગણતરીના કેન્દ્ર બહાર પણ ઉમેદવારોના સમર્થકો ઉમટી પડ્યા હતા અને સમર્થકોની લાંબી કતારો તેમજ તેમના વાહનોની લાંબી કતારો નજરે ચડતી હતી. મત ગણતરી કેન્દ્ર ખાતે ચાંપતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.

બેલેટ પેપરથી મતદાન થયું હતું જેથી ગણતરી વખતે થોડો વિલંબ થયો હતો. જોકે મતગણતરી શાંતિ પૂર્વક યોજાઈ હતો. જિલ્લા કલેકટર અશોક શર્મા, પ્રાંત અધિકારી બાટી સહિતના અધિકારીઓએ પણ નિરીક્ષણ કર્યું હતું. વિજેતા ઉમેદવારોને સ્થાનિક જનતાએ મતદાન કરી સરપંચના શિરે વિજય તાજ મુક્યો છે ત્યારે વિજેતા સરપંચોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ગામડાઓમાં ઢોલ શરણાઈ ગુંજયા હતા અને શુભેરછકોએ વિજેતા થયેલ સરપંચને ફૂલ હાર પહેરાવી કુમકુમ તિલક કરી અભિનંદન પાઠવ્યા હતા.

પોરબંદર તાલુકાના વિજેતા થયેલ સરપંચ

ગામ

નામ મળેલ મત

પાતાગાંગા મેણંદભાઈ પરમાર773
શીંગળામાલદેજી અરશીજી ઓડેદરા368
રોજીવાડાપુંજા મારખીભાઈ ગોરફાડ784
નવીબંદરઅમિત ભીખુભાઇ કાણકીયા412
રાતીયાજગુ દેવશીભાઈ રાતીયા1118
ઊંટડાજીવા ડાયાભાઇ ચુડાસમા354
કાંટેલાસતીબેન ભીમાભાઈ ચાવડા385
ગોરસર મોચાવાલીબેન વિક્રમ પરમાર617
ભેટકડીકાંતાબેન સુરેશજી ઓડેદરા592
રાજપરહરદાસ કાનાભાઈ આગઠ485
કેશોદ લુશાળાદેવીબેન વેજાભાઈ ભૂતિયા149
પાલખડાવનીતાબેન સંજય સાદીયા363
રિણાવાડારામ અરજણભાઈ રાતીયા297
ચિંગરિયારૂપીબેન પોલાભાઈ દાસા595
મજીવાણાદિલીપજી ઓડેદરા403
કાટવાણાભરત ભીમાભાઈ ઓડેદરા406
રતનપરદેવશી કરશનભાઇ ઓડેદરા409
ભારવાડાહીરાબેન ભરતભાઈ ઓડેદરા736
આંબારામાજાયણીબેન ડી. ઓડેદરા.363
ઇશ્વરીયામણીબેન સવદાસ કારેણા554
ભાવપરાદેવીબેન નાથાભાઈ ઓડેદરા657
કુણવદરહંસાબેન રાજાભાઈ પાતર464
કેશવનાથા પરબત કેશવાલા177
કીંદરખેડારેખાબેન પરબત મોઢવાડીયા490
ખાંભોદરઓધડ મસરિભાઈ ગોઢાણીયા812
બગવદરહંસાબેન વિક્રમ ઓડેદરા1229
રાતડીહરદાસ ધાનાભાઈ શીંગરખીયા666
ભોમિયાવદર- શાંતિબેન વેજાભાઈ કારાવદરા659
પારાવાડાઢેલીબેન પરબતભાઇ મોઢવાડીયા673
નાગકાઅરજન કેશવભાઈ રાણાવાયા492
સીમાણીવિજય જેશાભાઈ સુંડાવદરા269
વાછોડામીણંદભાઈ રામભાઈ ઓડેદરા147
મોરાણારાજશીભાઈ સીડાભાઈ ચૌહાણ340
ગોઢાણાધાનીબેન ભીમાભાઈ મોરી192
કુછડીરૂપીબેન નાગાભાઈ કુછડીયા1370
કડછકરશન ગાંગાભાઈ વાધેલા1487
ફટાણાટમુબેન રાણાજી ઓડેદરા1003
ટુકડા ગોસા- લાલજીભાઈ કાનજીભાઈ ટુકડીયા665
મિયાણીજેઠાભાઇ ગીગાભાઈ ઓડેદરા998
નટવરનગર- હરીશ અરશીભાઈ ગોઢાણીયા164
દેગામમંજુબેન ભરતભાઇ સુંડાવદરા1175
બળેજનાથીબેન હરદાસભાઈ પરમાર1837
મૂળ માધવપુર- દેવશીભાઈ ડાયાભાઇ ડાભી1115
અન્ય સમાચારો પણ છે...