મૃત્યુ:ટાંકાની સફાઇ કરતા પાલિકા કર્મચારી નીચે પટકાતા મોત, કુતિયાણાનાં રસુલવાડી વિસ્તારની ઘટના

પોરબંદર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોરબંદરના કુતિયાણા નગરપાલિકામાં સફાઇ કામદાર તરીકે ફરજ બજાવતા બાબુભાઇ ભોજાભાઇ વાળા(ઉ.૪૨) અને ભીખુભાઇ ડાયાભાઇ ચાવડા(ઉ.૪૫)  ગઇકાલે બપોરના સમયે કુતિયાણાના રસૂલવાડી વિસ્તારમાં આવેલા પાલિકાના પાણીનો ટાંકો સાફ કરવા ગયા હતા જે દરમ્યાન બાબુભાઇ ભોજાભાઇ વાળા ટાંકાની નીચે ઊભા હતા અને ભીખુભાઇ ડાયાભાઇ ચાવડા ટાંકા  ઊપર ચડીને સફાઇનુ કામ કરી રહ્યા હતા, તે સમયે અકસ્માતે તેઓ ટાંકા ઊપરથી નીચે પડી જતા ભીખુભાઇ ડાયાભાઇ ચાવડાનું મોત નીપજ્યુ હતુ, જ્યારે બાબુભાઇ ભોજાભાઇ વાળાને કશું જ થયુ ન હતુ.

અન્ય સમાચારો પણ છે...