કોરોના અપડેટ:નાયરોબીથી પોરબંદર આવેલા વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટીવ

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સરકારી લેબમાં પોઝિટીવ આવ્યા બાદ જીનોમ સીકવન્સ માટે સેમ્પલ મોકલાયું

નાયરોબીથી પોરબંદર આવેલા વૃદ્ધનો ખાનગી લેબ ખાતે કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ આજે તેનો સરકારી લેબમાં પણ રિપોર્ટ પોઝીટીવ આવતા તેમના સ્વોબનું સેમ્પલ જીનોમ સીકવન્સ માટે મોકલી દેવામાં આવ્યો છે.ગત તા. 6 ડિસેમ્બરના રોજ એક 65 વર્ષીય વૃદ્ધ નાયરોબીથી મુંબઇ ફલાઇટમાં પહોંચ્યા હતા, મુંબઇને રાજકોટ ફલાઇટમાં આવ્યા બાદ તેઓ પોરબંદર આવ્યા હતા.

પોરબંદરમાં તેઓ હોમ કવોરન્ટાઇન હતા તે દરમિયાન તેમનો ખાનગી લેબમાં કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો અને બાદમાં તેમને પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને આજે તેનો સરકારી લેબમાં પણ કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ આવતા તેમના સ્વોબનું સેમ્પલ જીનોમ સીકવન્સ માટે ગાંધીનગર મોકલાયું છે જયાંથી આ સેમ્પલ પુનેની લેબમાં મોકલવામાં આવશે અને ત્યાંનો રિપોર્ટ આવ્યા બાદ તેમને થયેલો કોરોના ઓમીક્રોન કોરોના છે કે કેમ તે અંગે જાણવા મળશે.

તે ઉપરાંત છેલ્લા 24 કલાકમાં પોરબંદરમાં 538 લોકોના કોરોના ટેસ્ટ કરાયા છે. અત્યાર સુધીમાં કુલ 256066 ટેસ્ટ કરાયા છે. આ વૃદ્ધનો મળીને કુલ અત્યાર સુધીમાં 3402 લોકોને કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. અત્યાર સુધીમાં કુલ 3264 દર્દીઓ સાજા થયા છે અને હાલ આ એક વૃદ્ધ દર્દીની સારવાર ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...