તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોરબંદરનો પ્રથમ કિસ્સો:કોરોનાના દર્દીને એર એમ્બુલન્સ મારફતે તાત્કાલિક ચેન્નઈ ખસેડવામાં આવ્યા, 4 ડોક્ટરોની દેખરેખ હેઠળ લઈ જવાયા

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
દર્દીને વિમાનમાં ચેન્નાઇ ખસેડવામાં આવ્યા - Divya Bhaskar
દર્દીને વિમાનમાં ચેન્નાઇ ખસેડવામાં આવ્યા
  • કોરોના સિવાયની અન્ય બીમારીની સારવાર ચેન્નઈ ચાલતી હતી

પોરબંદરના મત્સ્ય ઉદ્યોગ સાથે જોડાયેલા ધંધાર્થીને કોરોના થઈ જતાં પોરબંદરની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. દરમિયાનમાં તેમને વધુ સારવારની જરૂર પડતાં આજે ખાસ એર એમ્બુલન્સથી વધુ સારવાર માટે તેમને ચેન્નઈ ખસેડવામાં આવ્યા હતા. કોરોનાની સારવારમાં એર એમ્બુલન્સ મારફતે પોરબંદરથી અન્યત્ર ખસેડવાનો આ પ્રથમ કિસ્સો સામે આવ્યો છે.

પોરબંદરમાં કોરોનાની બીજી લહેર કહેર બનીને તૂટી પડતાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં રાફડો ફાટયો છે. અનેક દર્દી સારવાર મળે તે માટે પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલ અને અન્ય ખાનગી હોસ્પિટલોમાં બેડ મળી જાય તે માટે રીતસરના પડાપડી કરી રહયા છે. ત્યારે પોરબંદરના એક મત્સ્યઉદ્યોગ સાથે સંકળાયેલા ધંધાર્થીને પણ કોરોના થઈ જતાં પોરબંદરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ દર્દીને કોરોનાની સાથે અન્ય બીમારી પણ ધરાવતા હતા અને જેની સારવાર ચેન્નઈની હોસ્પિટલમાં ચાલી રહી હતી જેથી ચેન્નઈની હોસ્પિટલ દ્વારા તેમને સારવાર માટે ચેન્નઈ આવી જવાનું કહેવામા આવતા જ તેઓ આજે એર એમ્બુલન્સ મારફત ચેન્નઈ જવા રવાના થયા હતા. આ દર્દીની સ્થિતિ કોરોનાના લીધે વધુ ખરાબ ન થઈ હોવાનું તેમજ હજુ સુધી તેમને ઓક્સિજન દેવાની જરૂરિયાત ઊભી ન થઈ હોવાનું જાણવા મળેલ છે. તેમને લેવા માટે 4 ડોક્ટરો સાથે સ્પાઇસ જેટની એર એમ્બુલન્સ હૈદરાબાદથી બપોરના 2.50 કલાકે આવી પહોચી હતી અને અહીથી તેમને ચેન્નઈ માટે લઈ જવા બપોરે 3.20 કલાકે રવાના થઈ ગઈ હતી. જે સાંજે 6.05 કલાકે ચેન્નઈ પહોંચી આ દર્દીને ત્યાં પહોચાડી દિલ્હી જવા રવાના થઈ જશે.

એરપોર્ટ કોરોના પ્રોટોકોલ પર મૂકી દેવામાં આવ્યું
આ દર્દીને પોરબંદરથી ચેન્નાઇ સારવાર માટે ખસેડવામાં આવ્યા ત્યારે એરપોર્ટ પર તેના કર્મીઓન PPE કીટથી સજ્જ કરી દેવામાં આવ્યા હતા તેમજ એર એમ્બુલન્સ રવાના થયા બાદ એરપોર્ટને સેનેટાઈઝ કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...