તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:શાળાઓમાં કોરોનાની ગાઇડલાઇનનો થયો ભંગ

પોરબંદર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બેદરકાર શાળાના સંચાલકો સોશ્યલ ડિસ્ટન્સીંગ જાળવતા નથી, મોઢે વ્યવસ્થિત માસ્ક પહેરવા વિદ્યાર્થીઓને સમજાવતા નથી

કોરોનાના કહેરથી વિદ્યાર્થીઓને બચાવવા સરકારે મહિનાઓ સુધી શાળાઓ બંધ રખાવી હતી, અને તાજેતરમાં કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવાની કડક સુચના સાથે શાળાઓ ફરી શરૂ કરવાની છૂટ આપવામાં આવી છે, પરંતુ પોરબંદરની અમુક શાળાઓએ કોરોના અંગેની સરકારની કડક સુચનાની રીતસરની બાદબાકી કરી નાખી છે, જેને લીધે છાત્રોના સ્વાસ્થ્ય સામે ખતરો મંડાયો છે.

કોરોનાના કહેરથી બચાવવા સરકારે શાળાઓ બંધ કરાવી અને ઘરે રહીને ભણવાનું શરૂ કરાવ્યું, મહિનાઓ સુધી વિદ્યાર્થીઓ માટે નાનકડો મોબાઇલ શાળા બની ગયો અને વિદ્યાર્થીઓ ના-છૂટકે ઓનલાઇન શિક્ષણ લેતા થયા, વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડે નહી તે માટે સરકારે તાજેતરમાં કોરોનાની ગાઇડલાઇન મુજબ શાળાઓ ફરી શરૂ કરવાની છૂટ આપતા ગુજરાતમાં શાળાઓ શરૂ થઇ ગઇ છે.

સરકારે શાળાના સંચાલકોને વિદ્યાર્થીઓ વચ્ચે સ્પષ્ટ અંતર રાખવું, વિદ્યાર્થીઓનું ટેમ્પરેચર માપવું, શાળામાં સેનીટાઇઝરની વ્યવસ્થા ઉભી કરવી, વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ફરજીયાત મોઢા પર માસ્ક બાંધી રાખવું તેવી શાળાઓને તાકીદ કરી છે, પરંતુ તેમ છતાં પોરબંદર જિલ્લાની અનેક શાળાઓમાં વિદ્યાર્થીઓ વચ્ચેનું ન જળવાતું અંતર, વિદ્યાર્થીઓ અને શિક્ષકોના મોઢા પર નાકથી નીચે ઉતરેલા માસ્ક અને બીજી અન્ય કોરોનાની ગાઇડલાઇન્સનો સરેઆમ ભંગ થતો જોવા મળી રહ્યો છે. જો આવું જ ચાલશે તો પોરબંદર જિલ્લાના વિદ્યાર્થીઓ કોરોનાના કહેરમાં ગંભીર રીતે સપડાઇ જશે તેવું સ્પષ્ટ જણાઇ રહ્યુ છે.

પોરબંદર જિલ્લાની તમામ શાળાના સંચાલકોને કોરોના કાળમાં કોરોનાની માર્ગદર્શિકા મુજબ શિક્ષણ કાર્ય કરવાની સુચના આપવામાં આવી છે, પરંતુ તેમ છતાં કોઇ શાળામાં આવી સુચનાઓનું ભંગ થતો હોય તેવી લેખીત ફરીયાદ મળશે તો શાળાના સંચાલકોને કોરોનાની માર્ગદર્શિકાનું પાલન કરવાની નોટીસ આપવામાં આવશે. > એ. ડી.કણસાગરા, જિલ્લા શિક્ષણાધિકારી, પોરબંદર

અમે અમારા બાળકોને શાળાના સંચાલકો તથા સરકારના ભરોસે કોરોના જેવી મહામારીના વખતમાં શાળામાં ભણવા મોકલી રહ્યા છે, ત્યારે સરકાર અને શાળાના સંચાલકોની જવાબદારી થાય છે કે શિક્ષણ વ્યવસ્થા કોરોનાની માર્ગદર્શિકા મુજબ ચલાવવી જોઇએ અને અમારા પ્રાણથી પણ વ્હાલા બાળકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઇએ. > યોગેશભાઇ સામાણી, વાલી, પોરબંદર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો