તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મહત્યા:કોરોનાના ડરથી યુવાને ગળે ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી, યુવાનની માતા કોરોનાથી મૃત્યુ પામી હતી

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • આદિત્યાણા કાદા વિસ્તારનો બનાવ

આદિત્યાણા કાદા વિસ્તારમાં રહેતા એક યુવાન અને તેની માતાને કોરોના થયો હતો જેમા કોરોનામાં યુવાનની માતાનું મૃત્યુ થયું હતું. કોરોનાના ડરથી આ યુવાને ગળે ફાંસો ખાઈ લેતા તેનું મોત થયું છે. આદિત્યાણાના કાદા વિસ્તારમાં રહેતા કાસમભાઈ હાજીભાઈ હિંગોરા નામના 42 વર્ષીય યુવાન અને તેની માતા જીલેખાબેન તેમજ ઘરના સભ્યો બીમાર પડ્યા હતા.

યુવાન અને તેની માતાને કોરોના થતા યુવાનની માતા જીલેખાબેનનું કોરોનાને કારણે મોત થયું હતું. યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યો હતો જ્યાં આ યુવાન સ્વસ્થ થયો હતો પરંતુ આ યુવાન માતાના મરણ બાદ ગુમસુમ રહેતો હતો અને કોરોનાથી પોતાને ડર લાગી જતા મનમાં મૂંઝાઇ ને કાસમભાઈએ ગળે ફાંસો ખાઈ લેતા તેનું મોત થયું હતું. આ બનાવને પગલે તેમના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...