આજરોજ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીમાં દ્વારા માધવપુર ગામના કોરોના મહામારીમાં ફ્રન્ટલાઈન વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમને સત્કારવા તેમના કાર્ય સ્થળે જઈ વિશિષ્ટ રીતે સત્કારવામાં આવ્યાં હતા. કોવિડ 19 સામેની લડાઇ દરમિયાન જેમના દ્વારા જે ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવેલ છે, જેમણે દીવસ રાત જોયા વગર ઘર પરિવારની ચિન્તા કર્યા વગર ફરજ બજાવેલ છે.
તે સેવાને બિરદાવવા આરોગ્ય વિભાગના તમામ કર્મચારીઓ ઉપરાંત ગામના જાણીતા ડોક્ટરો, મેડિકલ સ્ટોર સાથે સંકળાયેલ લોકો, લેબોરટરીમાં કામ કરતા લોકો, પોલીસ વિભાગ ઉપરાંત ગામમાંથી જે સામાજિક કાર્યકરોએ કોવિડના સમય જે કામગીરી કરી છે તેમને સત્કારવા તેમના કાર્ય સ્થળે જઈ વિશિષ્ટ રીતે સત્કારવામાં આવ્યાં.
આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગટીયા, સરપંચ શ્રી રામભાઇ કરગટીયા મધવરાયજી મંદિરના ટ્રસ્ટી શ્રી ભદ્રેશભાઈ લુક્કા, માધવરજી મંદિર ના ફૂલગોર શ્રી જનકભાઈ પુરોહિત રેડ ક્રોસ સોસાયટીના ચેર મેન હસમુખભાઈ પુરોહિત ઉપસથીત રહી વોરિયર્સ ને સન્માન પત્ર અને શાલ ઓઢાડીને સન્માનીત કર્યા.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.