મેગા વેક્સિનેશન અભિયાન:જિલ્લાના 185 સ્થળોએ 38500 લોકોને કોરોનાની રસી અપાશે

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જિલ્લામાં આજે મેગા વેકશીનેશન અભિયાન યોજાશે જેમાં 185 સ્થળોએ 38500 લોકોને રસી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે આજે તા. 17 સપ્ટેમ્બરના રોજ પોરબંદર જિલ્લામાં કોરોના પ્રતિરોધક રસીનું મહા અભિયાન યોજાશે. જે અંતર્ગત જિલ્લામાં 185 જેટલા સ્થળોએ 38500 લાભાર્થીઓને કોરોના પ્રતિરોધક રસી અપાશે. સવારે 7 વાગ્યાથી રસીકરણ કેન્દ્રો ખાતે કોરોનાનો પ્રથમ તથા બીજો ડોઝ આપવામાં આવશે. કલેકટર અશોક શર્માએ જણાવ્યું હતું કે, નેસ, ગ્રામીણ તથા શહેરી વિસ્તારોમાં જુદા જુદા 185 જેટલા રસીકરણ કેન્દ્રો તથા 22 મોબાઇલ વાન મારફત સ્થળ પર જઈને લાભાર્થીઓને રસી આપીને જિલ્લાને કોરોના મહામારીથી સુરક્ષીત કરવામાં આવશે. આ મહા કાર્યને પાર પાડવા જિલ્લા વિકાસ અધિકારી વિ.કે.અડવાણીના સંકલનમાં ટીમ પોરબંદર દ્વારા તાલુકા લેવલે નોડલ ઓફિસર તથા સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. રસીકરણ મહા કેમ્પ માટે આશાવર્કરથી લઈને કલેકટર સુધીના અધિકારીઓ જોડાયા છે. તેમજ 175 ટીમ જેમાં જિલ્લાના પીએચસી, સીએચસી, નર્સીગ સ્ટાફ જોડાશે અને અધિકારીઓ મોનીટરીંગ કરશે. પોરબંદર શહેર, ગ્રામ્ય માટેના નોડલ પ્રાંત અધિકારી કે.વી. બાટી, કુતિયાણા નોડલ પ્રાંત અધિકારી એ.જે.અન્સારી તથા રાણાવાવના નોડલ જિલ્લા પુરવઠા અધિકારી વિવેક ટાંકની નિમણૂક કરાઈ છે. જેઓના સંકલનમાં જુદાં જુદાં અધિકારી સભ્યોની નિમણૂક કરીને કેન્દ્રોની ફાળવણી કરવામાં આવી છે.

વેક્સિન લેવા કલેકટરે લોકોને અપીલ કરી
આજે યોજાનાર કોરોના પ્રતિરોધક રસીકરણ મહા કેમ્પમાં જિલ્લાના એવા તમામ લોકો કે જેમણે કોરોનાની રસી મુકાવી નથી, બીજો ડોઝ બાકી હોય તેઓ રસી મુકાવી કોરોના સામે પોતાને તથા પરિવારને સુરક્ષિત કરે તેવી અપીલ જિલ્લા કલેકટર અશોક શર્મા દ્રારા કરવામાં આવી છે.આજે યોજાનાર કોરોના પ્રતિરોધક રસીકરણ મહા કેમ્પમાં જિલ્લાના એવા તમામ લોકો કે જેમણે કોરોનાની રસી મુકાવી નથી, બીજો ડોઝ બાકી હોય તેઓ રસી મુકાવી કોરોના સામે પોતાને તથા પરિવારને સુરક્ષિત કરે તેવી અપીલ જિલ્લા કલેકટર અશોક શર્મા દ્રારા કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...