રસીકરણ:34 શાળામાં 4956 બાળકોને કોરોનાની વેક્સિન અપાઇ

પોરબંદર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાની રસી લેવા માટે બાળકોમાં ઉત્સુક્તા

સરકારે શાળા-કોલેજોમાં જતા 15 થી 18 વર્ષના બાળકોને કોરોના સામે રક્ષણ આપતી રસી આપવાનું આયોજન કર્યું છે. પોરબંદર જિલ્લામાં પ્રથમ દિવસે 4399 બાળકોએ કોરોનાની રસી લીધી હતી અને સતત બીજા દિવસે પણ મોટી સંખ્યામાં બાળકોએ કોરોનાની રસી લીધી છે. વૈશ્વિક મહામારી કોરોના સંક્રમણના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. કોરોનાકાળ દરમિયાન 18 વર્ષથી વધુ ઉંમરના લોકોએ કોરોનાની રસી લઇ લીધી છે ત્યારે બાળકોને રસી આપવાનો કાર્યક્રમ સમગ્ર ગુજરાતની સાથો સાથ પોરબંદર જિલ્લામાં પૂરઝડપે ચાલ રહ્યો છે.

જિલ્લાભરની 34 જેટલી શાળાઓમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ વેક્સિન આપવાની કામગીરીમાં જોડાયા છે. સોમવારના દિવસે એટલે કે પ્રથમ દિવસે શાળાઓમાં 4399 બાળકોને કોરોનાની વેક્સિન આપવામાં આવી હતી અને સતત બીજા દિવસે 34 સ્થળોએ બાળકોને વેક્સિન આપવામાં આવી હતી. જેમાં બીજા દિવસે 650 જેટલા બાળકોએ પ્રથમ દિવસથી વધુ સંખ્યામાં વેક્સિનનો ડોઝ લીધો છે.

અન્ય સમાચારો પણ છે...