આયોજન:જિલ્લામાં કોરોના પ્રિકોશન ડોઝ વિનામૂલ્યે અપાશે, 3.89 લાખ લોકોને ડોઝ લેવાના બાકી

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અત્યાર સુધીમાં માત્ર 10 ટકા લોકોએ જ પ્રિકોશન ડોઝ લીધા છે, તંત્ર દ્વારા આયોજન કરાયું

આજથી જિલ્લામાં કોરોના પ્રિકોશન ડોઝ વિનામૂલ્યે અપાશે. અત્યાર સુધીમાં માત્ર 10 ટકા લોકોએ જ પ્રિકોશન ડોઝ લીધા છે. 3.89 લાખ લોકોને પ્રિકોશન ડોઝ લેવાના બાકી છે. તંત્ર દ્વારા વેકશીન અંગે આયોજન કરાયું છે. પોરબંદર જિલ્લામાં કોરોનાને પગલે સરકાર દ્વારા કોરોના વેકશીન આપવાની કામગીરી કરવામાં આવી છે. પોરબંદર જિલ્લામાં કોરોના વેકશીનના પહેલા અને બીજા ડોઝ બાદ 9માસ પછી કોરોના વેકશીનનો પ્રિકોશન ડોઝ લેવામાં લોકો ઉદાસીનતા દાખવી રહ્યા છે.

60 વર્ષથી વધુની ઉંમરના તથા હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઈન વર્કરોને પ્રિકોશન ડોઝ વિનામૂલ્યે આપવામાં આવે છે પરંતુ 18થી 59 વર્ષના લોકોને પ્રિકોશન ડોઝ ખાનગી ક્ષેત્રે રૂપિયા 386 ચૂકવીને લેવાનો થતો હોય જેથી માત્ર 10 ટકા લોકોએ જ પ્રિકોશન ડોઝ લીધા છે. અન્ય જિલ્લાઓમાં પણ આ જ સ્થિતિ છે. પોરબંદર જિલ્લામાં કુલ 389171 લોકોને પ્રિકોશન ડોઝ લેવાનો બાકી છે. હાલ આઝાદીકા અમૃત મહોત્સવ દરમ્યાન સરકારે જાહેર કર્યું છેકે 18 વર્ષથી 59 વર્ષની વયે ધરાવતા નાગરિકોને પ્રિકોશન ડોઝ 75 દિવસ સુધી વિનામૂલ્યે આપવામાં આવશે.

આજે તા. 15 જુલાથી પ્રિકોશન ડોઝ આપવામાં આવશે તેવું જાહેર કરવામાં આવ્યું છે ત્યારે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા આ બાબતે પૂરતું આયોજન કરવામાં આવ્યું છે. જેઓનો પ્રિકોશન ડોઝનો સમય થઇ ગયો હોય તેવા નાગરિકોએ પ્રિકોશન ડોઝ લઈ લેવો તેવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

કયા સ્થળે ડોઝ મળશે?
આજથી 18 વર્ષની વધુ વય ધરાવતા નાગરિકોને વિનામૂલ્યે કોરોનાનો પ્રિકોશન ડોઝ આપવામાં આવશે જે માટે પોરબંદર જિલ્લાના તમામ આરોગ્ય કેન્દ્ર તેમજ જિલ્લા પંચાયત ખાતે આ ડોઝ આપવાનું આયોજન કરાયું છે. બાદ ધીરે ધીરે આ કેન્દ્રોમાં વધારો કરવામાં આવશે તેવું આરોગ્ય વિભાગ દ્વારા જણાવ્યું છે.

પ્રથમ અને બીજા ડોઝની કામગીરી
કોરોના વેક્સિન માટે કુલ 551977 ટાર્ગેટ સામે 485436 લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે. પ્રથમ ડોઝની 88 ટકા કામગીરી થઈ છે. જ્યારે જિલ્લામાં 473114 લોકોએ વેક્સિનનો બીજો ડોઝ લીધો છે. આ કામગીરી 97 ટકા થઈ છે. 48496 લોકોએ પ્રિકોશન ડોઝ લીધો છે.

અન્ય સમાચારો પણ છે...