તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વોરીયર્સ:પોરબંદરના બે ઓક્સિજન પ્લાન્ટ મારફત કોરોનાના દર્દીઓને મળી રહ્યો છે પ્રાણવાયુ

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓક્સજન પ્લાન્ટના કર્મચારીઓ, ડ્રાઇવરો બન્યા કોરોના વોરીયર્સ
  • દરરોજ 1100 સિલીન્ડર પુરા પાડવામાં આવે છે

પોરબંદરમાં આવેલા ઓક્સિજનના બે પ્લાન્ટ મારફત જિલ્લામા સારવાર લઇ રહેલા દર્દીઓને પ્રાણવાયુ પુરો પાડવામાં આવે છે. દરરોજ અંદાજે 1100 જેટલા સીલીન્ડર ભરીને કર્મચારીઓ દિવસ રાત મહેનત કરી રહ્યા છે. સીધ્ધી સેલ્સ કોર્પરેશનમાં ઓપરેટર તરીકે ફરજ બજાવતા લખનસિંહ સોલંકીએ કહ્યુ કે, કોરોના અગાઉ આખા દિવસમાં ફક્ત બે કલાકનું કામ રહેતું. અત્યારે 24 કલાક પ્લાન્ટ ચાલુ રહે છે. પોરબંદરમાં આવેલી કોવિડ હોસ્પિટલો, કોવિડ કેર સેન્ટર્સ ખાતે સારવાર લઇ રહેલા દર્દીઓને પ્રાણવાયુ પુરો પાડવા માટે પોરબંદરમાં કાર્યરત બે પ્લાન્ટ 24 કલાક ચાલુ રહે છે.

જિલ્લા પુરવઠા અધિકારી વિવેક ટાંકે જણાવ્યું હતું કે, કૃપા કાર્બોનિક પ્લાન્ટ અને સીધ્ધી સેલ્સ કોર્પરેશન પ્લાન્ટ મારફત હોસ્પિટલો અને કોવીડ કેર સેન્ટરર્સમાં દરરોજ અંદાજે 1100 જેટલા સીલીન્ડર પુરા પાડવામાં આવે છે. દેખરેખ અને વ્યવસ્થાના ભાગરૂપે પ્લાન્ટમાં રેવન્યુ અને પોલીસના કર્મચારીઓને પણ 24 કલાકની ડ્યુટી સોપવામા આવી છે. સિદ્ધિ સેલ્સના ધીરેનભાઈ શાહે કહ્યું હતું કે, અમારા પ્લાન્ટમાં બે ફિલિંગ પમ્પ છે.

એક ફીલિંગ પંપમાં એક સાથે 20 સિલિન્ડર ભરવામાં આવે છે, જે માટે 30 થી 35 મીનીટ જેટલો સમય લાગે છે.દરરોજ 650 જેટલા સિલિન્ડર પૂરા પાડવા માટે અંદાજે પાંચ ટન જેટલું લીક્વિડ ખાનગી કંપની દ્વારા પુરૂ પાડવામાં આવે છે. સરકાર દ્રારા અમને એક સિલિન્ડર દીઠ નીયત રકમ ચુકવવામાં આવે છે. ઓક્સિજનના બંને પ્લાન્ટ દ્વારા જિલ્લાની હોસ્પિટલો કોવીડ કેર સેન્ટરમા પ્રાણવાયુ પૂરો પાડવા માટે કર્મચારીઓ, શ્રમિકો, ડ્રાઇવરો દિવસ રાત મહેનત કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...