કોરોના બ્લાસ્ટ:24 કલાકમાં 17 દર્દી કોરોના પોઝિટીવ

પોરબંદર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 15થી 77 વર્ષના દર્દીનો સમાવેશ : 7 દર્દી ડિસ્ચાર્જ : 51 કેસ એક્ટિવ

પોરબંદરમાં 24 કલાકમાં 17 દર્દીના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે. 7 દર્દી ડિસ્ચાર્જ થયા છે. જિલ્લામાં 51 કેસ એક્ટિવ છે. પોરબંદર જિલ્લામાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં 731 વ્યક્તિઓના કોરોના અંગેના ટેસ્ટ કરવામાં આવતા 17 દર્દીના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે. જેમાં પોરબંદરના નાગરવાળા, ખાસજેલ, રોકડીયા હનુમાન વિસ્તાર, ખારવાવાડ, સુતારવાડા, નરસંગટેકરી, મેમણવાડા, છાયા વિસ્તાર, ઠક્કરપ્લોટ, વાડિપ્લોટ, કુંભારવાડા સહિતના વિસ્તાર માંથી 15 વર્ષથી માંડીને 77 વર્ષના સ્ત્રી-પુરુષનો સમાવેશ થાય છે.

અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ દર્દીનો આંકડો 4194એ પહોંચ્યો છે. 7 દર્દી સાજા થતા તેને ડિસ્ચાર્જ કરવામાં આવતા જિલ્લામાં ડિસ્ચાર્જ દર્દીનો કુલ આંકડો 4004 એ પહોંચ્યો છે. હાલ જિલ્લામાં કુલ 51 કેસ એક્ટિવ છે જેમાંથી 29 દર્દી સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ છે જ્યારે 22 દર્દી હોમ આઇસોલેટ થયા છે. અત્યાર સુધીમાં કુલ 394801 ટેસ્ટ થયા છે. હાલ કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે લોકોએ કોરોના ગાઈડલાઈનનું પાલન કરવું જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...