મદદરૂપ બનવા માંગ:પાકિસ્તાનમાં પકડાયેલા બોટ માલિકોને આર્થિક સહાય આપવા પોરબંદર ભાજપ માછીમાર સેલના કન્વીનરની સરકારને રજૂઆત

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પોરબંદરના ભારતીય જનતા પાર્ટીના માછીમાર સેલના કન્વીનર વિશાલભાઈ બાબુલાલ મઢવી દ્વારા રાજ્ય સરકારના મત્સ્યોદ્યોગ મંત્રીને રજૂવાત કરી એવું જણાવવામાં આવ્યું હતું કે ગુજરાત રાજ્યની માછીમારી કરતી બોટને પાકિસ્તાન મરીન સિક્યુરીટી એજન્સી દ્વારા બંદૂકના નાળચે અપહરણ કરી પાકિસ્તાનમાં લઈ જવામાં આવે છે અને આવી બોટના માલિકો દ્વારા બોટ બનાવવા માટે બેંક લોન તથા વ્યાજે અથવા ઉચી ઉધારાથી રૂપિયાની વ્યવસ્થા કરી બોટ બનાવી રોજીરોટી કમાતા હોય છે.

આવી સ્થિતિમાં પાકિસ્તાન મરીન સિકયુરીટી દ્વારા અવારનવાર બોટના અપહરણ કરી બોટ માલિકોની બોટને પાકિસ્તાનમાં લઇ જવામાં આવે છે. જેથી બોટ માલિકોને આર્થિકરીતે નુકશાની પહોંચી હોવાના કારણે તેની દયનીય સ્થિતિ બની છે. બોટ માલિકોને જ્યાં સુધી અન્ય કોઈ સરકારની યોજના તથા અન્ય રીતે બોટ બનાવવાની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી મદદરૂપ બનવા માંગ કરી છે.

બોટના ખલાસીના કુટુંબને દૈનિક 300 રૂપિયાની સહાય આપવામાં આવે તેવી જ રીતે બોટ માલિકોને પણ દૈનિક 500 રૂપિયાની સહાય આપવામાં આવે તે જરૂરી બન્યું છે. બોટ માલિકોને બોટનું અપહરણ થયા બાદ નવી કોઈ બોટ તૈયાર થાય ત્યાં સુધી આર્થિક રાહત મળી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવે જેથી બોટ માલિકોને દૈનિક રૂપિયા ૫૦૦ની સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...