આદેશ:ચેમ્બર ઓફ કોમર્સના નવા બિલ્ડીંગનો વિવાદ વકર્યો

પોરબંદર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રાદેશીક કમિશ્નર કચેરીએ તપાસના આદેશ આપ્યા

પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા હાલમાં જે નવું બાંધકામ કરાયું છે તેની વિરુદ્ધ એક સામાજીક કર્મચારીએ કરેલી ફરિયાદનો વિવાદ ઘણા સમયથી ચાલી રહ્યો છે. આ અંગે હવે પ્રાદેશીક કમિશ્નર કચેરીએ પણ તપાસના આદેશ આપ્યા છે. પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા જે નવું બિલ્ડીંગ બનાવવામાં આવ્યું છે તે ટાઉન પ્લાનીંગ કમીટીના નિયમ વિરુદ્ધ હોવાના આક્ષેપો સામાજીક કાર્યકર દિનેશ માંડવિયાએ કર્યા હતા.

નગરપાલિકાની મંજૂરીથી લઇને વીજ કનેકશનના મુદ્દાઓ સહીત તંત્રમાં વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી તેમ છતાં તેમાં યોગ્ય તપાસ થઇ ન હોવાના આક્ષેપ પણ આ સામાજીક કાર્યકર દ્વારા કરાયા હતા. અંતે જીલ્લા કલેકટર કચેરી દ્વારા પ્રાદેશીક કમિશ્નર નગરપાલીકાઓની કચેરી રાજકોટ ઝોનને કરેલી ફરિયાદને આધારે પ્રાદેશીક કમિશ્નરે તપાસના આદેશ કર્યા છે જેમાં 4 અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે. આ 4 અધિકારીઓ સમગ્ર મામલાની તપાસ કરશે જેમાં બાંધકામને લઇને ઘણી સ્પષ્ટતાઓ થશે તેવી ચર્ચાઓ શહેરભરમાં જાગી છે.

અન્ય સમાચારો પણ છે...