માછીમારો ખુશખુશાલ:રજૂઆતને ધ્યાને લઇ બેંકે દ્વારા 75 બોટ માલિકોની લોન પાસ કરવામાં આવી

પોરબંદર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદરમાં માછીમારોને ઓછા વ્યાજે લોન અપાઈ

પોરબંદર માછીમાર બોટ એસોસિએશન દ્વારા બોટ માલિક ધારકોને સરળતાથી લોન મળી રહે તે માટે બેંક ઓફ બરોડામાં રજૂઆત કરી હતી અને તેમની રજૂઆતને ધ્યાને લઈને 75 જેટલા બોટ માલિકોની લોન પાસ કરવામાં આવી હતી. પોરબંદર માછીમાર બોટના પ્રમુખ મુકેશભાઈ પાંજરી દ્વારા બેંક ઓફ બરોડામાં લોનની નવી સ્કીમ બોટ માલિકો માટે અમલમાં લાવેલ અને બેંક ઓફ બરોડા દ્વારા 75 બોટ માલિકોને ઓછા વ્યાજ દરે બોટ એસોસિએશનની ઓફિસમાં જ લોન પાસ કરી આપી હતી.

બોટ એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ પાંજરી, ઉપપ્રમુખ ધર્મેશભાઈ ગોહેલ તેમજ કમિટી સભ્યોની સાથે બેંક ઓફ બરોડાના ડેપ્યુટી જનરલ મેનેજર નરેન્દ્રસિંહ, આસિસ્ટન્ટ જનરલ મેનેજર મનોજકુમાર શાહુ તથા ડેપ્યુટીરી જનરલ મેનેજર જામનગરના આલોકકુમાર સિંહા દ્વારા બોટ માલિકોને સેન્સન લેટર આપી લોન પાસ કરીને બોટ એસોસિએશનમાં વિતરણ કરવામાં આવેલ હતા. બેંક ઓફ બરોડા દ્વારા માછીમારોને ખૂબ ઓછા વ્યાજે લોન આપી અત્યાર સુધીની મુશ્કેલીમાંથી બહાર લાવી માછીમાર વ્યવસાયમાં પ્રાણ ફૂંકવામાં મદદરૂપ થયેલ બોટ એસોસિએશન દ્વારા બેન્ક ઓફ બરોડાના અધિકારીઓ અને ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...