કોંગ્રેસ દ્વારા ધરણા યોજાયા:આરોગ્ય અને માં અમૃતમ કાર્ડ મુદ્દે કોંગ્રેસના સુત્રોચ્ચાર

પોરબંદરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદર જિલ્લા પંચાયત ખાતે કોંગ્રેસ દ્વારા ધરણા યોજાયા

પોરબંદરના જિલ્લા પંચાયત કચેરીના પટાંગણમાં કોંગ્રેસના આગેવાનો દ્વારા આરોગ્ય અને મા અમૃતમ કાર્ડ અંગે ધરણા યોજાયા હતા. જેમાં કાર્યકરોએ સુત્રોચાર કર્યા હતા. કાર્યકરોને કચેરી સુધી જવા માટે પોલીસે અટકાવ્યા હતા જેથી કોંગ્રી કાર્યકરોએ પટાંગણમાં બેસી ભજન ગાવાના શરૂ કર્યા હતા.

આખરે જિલ્લા આરોગ્ય અધિકારી બહાર આવતા કોંગ્રી આગેવાને જણાવ્યું હતું કે, સરકાર દ્વારા કોરોના મહામારી વચ્ચે કિડની અને કેન્સર સિવાયની સારવારો ખાનગી અને ટ્રસ્ટની હોસ્પિટલોમાં બંધ કરી મા કાર્ડમાં આ સિવાયની સારવાર બંધ કરેલ હોવાનું જાણવા મળે છે. જેથી કોરોના બાદ કેન્સર અને કિડની સિવાયની સારવાર મા કાર્ડ હેઠળ શરૂ કરવામાં આવે તેવી માંગ કરી આવેદન પાઠવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...