રજૂઆત:મેડિકલ કોલેજ મંજૂરી અંગે લીંબડ જશ લેવાનું કોંગ્રેસ બંધ કરે: ભાજપ

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 3 વર્ષ પહેલાં રાજ્ય સરકાર અને ધારાસભ્ય બોખીરીયાએ રજૂઆત કરી હતી
  • બીજાએ તૈયાર કરેલી થાળીમાં જમવાની ટેવ કોંગ્રેસના કાર્યકરોને પડી ગઇ છે : ભાજપ

પોરબંદર જિલ્લા ભાજપ દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે મેડિકલ કોલેજ મંજૂરી બાબતે લીંબડ જશ લેવાનું કોંગ્રેસ બંધ કરે, કારણ કે ત્રણ વર્ષ પહેલાં રાજ્ય સરકાર અને ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાની રજૂઆત થી જ કેન્દ્ર સરકારે મેડિકલ કોલેજને મંજૂરી આપી છે. અને રાજ્ય સરકારે ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયાના પ્રયાસોથી મંજૂરી આપી છે, અને આ બાબત જગજાહેર છે.

મેડિકલ કોલેજની મંજૂરી રદ્દ થય જ નથી. આથી મેડિકલ કોલેજની મંજૂરી રદ્દ થઇ હોવાનું જુઠાણું કોંગ્રેસ દ્વારા ફેલાવવામાં આવ્યું હતું, તે પણ હળાહળ જુઠાણાથી વિશેષ કાંઈ ન હોવાનું સ્પષ્ટ પણે જણાઈ આવ્યું હોવાનું ભાજપના આગેવાનોએ જણાવ્યું છે. મેડિકલ કોલેજ મંજૂર થઈ ત્યારથી જ કરવાની થતી બિલ્ડીંગ સ્ટાફ સહિતની તમામ પ્રકારની વહીવટી પ્રક્રિયા પૂરજૉશમાં ચાલી હતી.

અને આજે તેનું પરિણામ મળ્યું છે. આથી અમારા કારણે થઈ રહ્યું છે તે પોકળ દાવો કરવાની કોંગ્રેસને કોઈ જરૂર જ નથી. જિલ્લા ભાજપ દ્વારા એવું પણ જણાવ્યું છે કે બીજાએ તૈયાર કરેલી થાળીમાં જમવાની પોરબંદર કોંગ્રેસના નાના-મોટા તમામ કાર્યકરોને ટેવ પડી ગઈ છે. પોતાની રાજકીય સત્તા જે કક્ષાની હોય તે મુજબ વિકાસકામોના દાવા કરવા જોઇએ તેવી ભાજપના આગેવાનો દ્વારા કોંગ્રેસના આગેવાનોને ટકોર કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...