તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અટકાયત:પોરબંદરના સ્મશાન ભૂમિમાં પેશકદમી મુદ્દે કોંગ્રેસના ધરણાં

પોરબંદર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે કુલ 10 જેટલા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી

પોરબંદરના સ્મશાનભૂમિ ખાતે દીવાલ બનાવવામાં આવી છે આ દીવાલ દ્વારા પેશકદમી કરેલ હોય જેથી આ અંગે પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નાથાભાઇ ઓડેદરા, ધર્મેશ પરમાર, કિશન રાઠોડ સહિતના કોંગ્રેસના આગેવાનો દ્વારા સ્મશાનભૂમિ ખાતે ધરણા યોજવામાં આવ્યા હતા અને આ સ્થળે બેસી ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ અંગેની જાણ પોલીસને થતા કીર્તિમંદિર પોલીસ સ્ટાફ દોડી આવ્યો હતો અને ધરણામા બેઠેલા કાર્યકરોની અટકાયત કરી હતી. 10 જેટલા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.

પાલિકાએ દીવાલ બનાવી છે : ચીફ ઓફિસર
સ્મશાન ભૂમિ ખાતે પાલિકા દ્વારા અંદાજે 5 કે 7 વર્ષ પહેલા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત દીવાલ બનાવવામાં આવી હતી. જેથી દબાણનો કોઈ પ્રશ્ન રહેતો નથી. > હેમંત પટેલ, ચીફ ઓફિસર

અન્ય સમાચારો પણ છે...