કોંગ્રેસના ભાજપ પર આકરા પ્રહાર:બોટાદના કથિત લઠ્ઠાકાંડ મુદ્દે કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાની પ્રેસ કોન્ફરન્સ, નશાબંધીની નીતિ બજબુત બનાવવા માંગ

પોરબંદર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
અર્જુન મોઢવાડીયાની ફાઈલ તસવીર - Divya Bhaskar
અર્જુન મોઢવાડીયાની ફાઈલ તસવીર

બોટાદના કથિત લઠ્ઠાકાંડ મુદ્દે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ પોરબંદર ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.પત્રકાર પરિષદમાં કોંગ્રેસ નેતાએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. પત્રકારો સાથેની વાત કરતા મોઢવાડીયાએ જણાવ્યુ હતુ કે, ગુજરાતમા લઠ્ઠાકાંડ તો હવે રોજની ઘટના બની ગઈ છે. રાજ્યાશ્રય હેઠળ લઠ્ઠાનુ ધીમુ ઝેર સમગ્ર ગુજરાતમા ફેલાવવામાં આવી રહ્યુ છે. તો બીજી તરફ ગુજકાતના દરીયા કિનારા પરથી અત્યાર સુધીમાં દોઢ લાખ કરોડનુ ડ્રગ્સ ઝડપાઇ ચુક્યુ છે.

લોકોને દારુની લતમાં નાખવાનુ કામ આ ભાજપ કરી રહી છેઃ અર્જુન મોઢવાડીયા
​​​​​​​
કથિત લઠ્ઠાકાંડ મુદ્દે રાજ્ય સરકાર હાઈકોર્ટના સીટીગ જજની દેખરેખ હેઠણ પંચ બનાવે અને ત્રણ મહિનાની અંદર પંચ અહેવાલ આપી નશાબંદીની નિતી પર પુન:વિચારણા કરી મજબુત બનાવવામાં આવે તેવી માંગ કરી હતી.​​​​​​​ ગુજરાતની અંદર હાલમા નશાની પેરરલ ઈકોનોમી ચાલી રહી છે, જેમા સરકાર અને ભાજપના નેતાઓ જે ગાંધીનગરમા બેઠેલા છે તેઓ આમા લાભાર્થી છે. ગુજરાતમાં દારુબંધી જેવુ છે જ નહી. કોઈપણ રીતે લોકોને દારુની લતમાં નાખવાનુ કામ આ ભાજપ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...