જનતા રેડ:કુતિયાણાના ખાગેશ્રી ગામે ઘાસ ગોડાઉનમાં કોંગ્રેસની જનતા રેડ

પોરબંદર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અધિકારીએ માલધારીઓને નિયમિત ઘાસચારો આપવાની ખાત્રી આપી

માલધારીઓને ગાયો ભેંસોને ખવડાવવા માટે ઘાસ ની તંગી હોય પોરબંદર ખાગેશ્રી ગામે ઘાસ ગોડાઉન્માં કોંગ્રેસની જનતા રેડ પાડી હતી અને ઉચ્ચ અધિકારી સાથે ફોન પર વાત કરતા અધિકારીએ માલધારીઓને નિયમિત ઘાસચારો આપવાની ખાત્રી આપી હતી.

પોરબંદરનાં કુતિયાણા તાલુકાનાં ખાગેશ્રી ગામની બાજુમાં સરકારી ઘાસ ડેપો આવેલો હોય અને હાલમા માલધારીઓને ગાયો ભેંસોને ખવડાવવા માટે ઘાસની તંગી હોય અને માલધારી અત્યારે હેરાન પરેશાન થતા હોય તેની જાણ થતાં આજ કોંગ્રેસના જિલ્લા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ નાથાભાઈ ઓડેદરા, મહિયારીના કોંગ્રેસ આગેવાન કેશુ ભાઈ પરમાર, કોંગ્રેસ આગેવાન રાજવીર ભાઈ મોઢવાડિયા, આદિત્યાણાના કોંગ્રેસ આગેવાન વર્ષાબેન ખુંટી, આરતી બેન મોઢવાડીયાએ જનતા રેડ પાડી હતી.

ત્યારે ત્યાં માલધારીઓ હેરાન પરેશાન થતા હતા અને અઢળક ઘાસનો પૂરતો જથ્થો નજરે જોવા મળ્યો હતો તેમ છતાં માલધારીઓને ઘાસ આપવામાં આવતું ન હતું ત્યાર બાદ ફોરેસ્ટ ઓફિસર મોરી સાહેબ સાથે ટેલિફોનથી વાત કરી હતી ત્યારે તેઓએ તેમના ઉપલા અધિકારી સાથે વાત કરવાનું કહ્યું હતું. કોંગ્રેસે બાદમાં તેમના અધિકારી ચોટલિયા સાહેબ સાથે વાત કરી હતી ત્યારે તે અધિકારીને ઉગ્ર રજુઆત કરી હતી અને તાત્કાલિક ઘાસ માલધારીને મળે તેવા સૂચન કરવાથી સાહેબે માલધારીઓને પૂરતી ખાતરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...