તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:રસ્તાનું અને પેવર બ્લોક પાથરવાનું કામ શરૂ કરવા કોંગ્રેસની રજૂઆત

પોરબંદર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દાંડિયારાસ ચોકથી અર્બન હેલ્થ સેન્ટર તરફના માર્ગને રિપેર કરો

બોખીરાના દાંડિયારાસચોકથી અર્બન હેલ્થ સેન્ટર તરફના રસ્તાનું અને પેવર બ્લોક પાથરવાનું અધૂરું કામ શરૂ કરવામાં આવે તેવી કોંગ્રેસ દ્વારા રજુઆત કરાઈ છે.

પોરબંદર–છાંયા નગરપાલિકાના વોર્ડ નં.1માં બોખીરા દાંડિયારાસ ચોકથી અર્બન હેલ્થ સેન્ટર તરફના રસ્તાનું અને પેવરબ્લોક પાથરવાનું કામ મંજુર થયેલ છે અને એક મહિના પૂર્વે આ જ રસ્તાની સાઈડો ખોદી નાખેલ છે. પરંતુ અગમ્ય કારણોસર આ કામ અટકેલ પડયું છે જેને કારણે આ વિસ્તારમાં રહેતા લોકોને અને રસ્તા પરથી પસાર થતા રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે.

હાલમાં ચોમાસું શરૂ થઈ ગયું છે આ રસ્તાનું અને પેવરબ્લોક પાથરવાનું કામ અઘરું પડેલું હોય, રસ્તા પર ખાડાઓ ખોદેલ હોય તેમજ પેવરબ્લોક વેરવીખેર પડેલા હોય, વરસાદ થતાંની સાથે કીચડ અને ગંદકીના ગંજ ખડકાવાની પુરી શક્યતા છે. આ રસ્તાનું અને પેવર બ્લોક પાથરવાનું કામ સત્વરે ચાલુ કરાવવા આવે તેવી પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિના રામદેવભાઈ મોઢવાડીયા, વિજય સરમણભાઈ બાપોદરાએ ચીફ ઓફિસરને લેખિતમાં રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...