તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગ:કોંગ્રેસે પ્રજાલક્ષી કાર્યોના 7 મુદ્દાને ધ્યાને લેવા રજૂઆત

પોરબંદરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પોરબંદર નગરપાલિકાનાં વિરોધપક્ષ-કોંગ્રેસનાં સભ્યોનો પાલિકાનાં ચીફ ઓફિસરને પત્ર
 • હાઉસટેક્સમાં વ્યાજ-માફી તથા સુદામાપુરી મંદિરમાં સુવિધાઓ વધારવા માંગ કરી

પોરબંદર નગરપાલિકાના વિરોધપક્ષ કોંગ્રેસના સભ્યોએ પાલિકાના ચીફ ઓફિસરને પત્ર લખી રજૂવાતો કરી છે કે, પાલિકા તંત્રની જનરલ બોર્ડમાં અમારા પ્રજાકીય કાર્યો અંગેના ૭ મુદ્દાઓને ધ્યાને લેવામાં આવે. પોરબંદર નગરપાલિકાની જનરલ બોર્ડની મીટીંગમાં (૧)-હાલ પાલિકા તંત્ર દ્વારા હાઉસ ટેક્સની રકમ પર વાર્ષિક ૧૮ ટકા જેટલું ઊચુ વ્યાજ વસૂલવામાં આવી રહ્યુ છે તે ઘટાડીને નહિવત કરવું જોઇએ તેમજ (૨)-શહેરમાં હાઉસ ટેક્સ માટે એરીયા-વાઇઝ ગ્રેડ નક્કી કરવામાં આવેલા છે પરંતુ તેમાં પછાત વિસ્તારોને C-ગ્રેડમાં ગણવાને બદલે B-ગ્રેડમાં લેવામાં આવ્યા છે, જેથી આવા પછાત વિસ્તારોના નગરજનોને હાઉસ ટેક્સમાં અન્યાય થઇ રહ્યો છે, તેને યોગ્ય કરવામાં આવે, આ ઉપરાંત (૩)-પોરબંદર શહરનો પ્રવાસન ક્ષેત્રે વિકાસ થાય તે માટે શહેરનું ફરવા-લાયક અને વાર-તહેવારોમાં મનોરંજનને લાયક પાર્ટીપ્લોટ વાળા મેદાન પર કોઇ મોલ કે અન્ય બાંધકામ કરવામાં ન આવે.

વળી, આ પાર્ટીપ્લોટ વાળુ મેદાન કાનૂની દ્રષ્ટ્રીએ પણ CRZ ની કેટેગરીના વિસ્તારમાં આવતુ હોય જેથી આ સ્થળ પર મોલ કે કોઇ બાંધકામ કરીને પ્રવાસીઓની સુવિધાઓને ઝુંટવવામાં ન આવે, તેમજ (૪)-શહેરમાં આવેલા સુદામાપુરીના ઐતિહાસિક યાત્રાધામના મંદિરમાં પ્રવાસીઓ માટેની સુવિધાઓમાં વધારો કરી, બહારગામથી આવતા પ્રવાસીઓ મંદિરના પરિસરમાં રાતવાસો કરી શકે તે માટે યોગ્ય રહેવાની અને જમવાની સુવિધાઓ ઉભી કરવી તથા મંદિરના પરિસરમાં રાત્રે છવાઇ જતા અંધારપટને દૂર કરવા યોગ્ય લાઇટીંગની સુવિધાઓ ઉભી કરવી, તેમજ (૫-૬)- શહેરના મચ્છી માર્કેટ તથા મટન માર્કેટમાં પ્રાથમિક સુવિધાઓ જેવી કે સાફ-સફાઇ, પીવાનું પાણી, લાઇટ, યોગ્ય ફ્લોરીંગ જેવી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી. તદઉપરાંત (૭)-શહેરમાં નગરપાલિકા સંચાલિત પ્રાથમિક શાળાઓ કે જે હાલ બંધ હાલતમાં છે, તેવી તમામ બંધ શાળાઓ ખાતે નવા બાલ મંદિરો શરૂ કરવવા જોઇએ, આમ કોંગ્રેસે પ્રજાલક્ષી વિકાસના વિવિધ સાત મુદ્દાઓને પાલિકાના જનરલ બોર્ડમાં ધ્યાને લેવામાં આવે તેવી માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો