વિજ બીલને લઈને વિરોધ:પોરબંદર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વિજ બિલ વધુ આવતા હોવાની ફરિયાદ, કોંગ્રેસ દ્રારા રેલી યોજાઇ

પોરબંદર24 દિવસ પહેલા

પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્રારા વિજ બીલને લઈને વિરોધ નોંધાવી રેલી યોજી હતી. પોરબંદર શહેર અને જિલ્લામાં છેલ્લા વખતમાં આપવામા આવેલ તોતીંગ વિજ બિલ આવવાના વધુ બિલ આવ્યાની ફરિયાદો ઉઠી રહી છે. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પુર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયાની ઉપસ્થિતિમા પોરબંદર કોંગ્રેસ કર્યાલય ખાતેથી વિશાળ રેલી યોજવામા આવી હતી. જે શહેરના મુખ્ય રસ્તાઓ પરથી ફરી પીજીવીસીએલ કચેરી પહોંચી હતી. વિજ બીલના વિરોધમા કોંગ્રસ દ્રારા પીજીવીસીએલ કચેરી ખાતે સુત્રોચ્ચાર કરી ઘેરાવ કરવામા આવ્યો હતો. આ કાર્યક્રમમાં કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડીયા સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો સહીત મોટી સંખ્યામા શહેરીજનો જોડાયા હતા.

ટેકનીકલ ફોલ્ટ વાળુ મીટર બદલ્યા પછી કમરતોડ પુરવણી બીલો
કોંગ્રેસ દ્રારા માંગ કરવામાં આવી હતી કે ધર વપરાશના વીજ બીલો ગયા મહિનાથી ડબલ આવવા મંડયા છે. ફ્યુઅલ ચાર્જ, ફીક્ષ ચાર્જ, એર્ન્જી ચાર્જ અને અન્ય છુપા ચાર્જ ભાજપ સરકાર લગાવી રહી છે. જેના કારણે મોંધવારીમાં લોકોની કમર તુટી રહી છે. સરકાર દ્વારા ભ્રષ્ટ્રાચાર કરીને ડીજીટલ મીટરો લગાડયા છે અને ડીજીટલ મીટરો વીજ વપરાશ ન થતો હોય તો પણ ફરી રહયા છે. વીજ વપરાશના યુનીટો વધારીને ગ્રાહકોને કમરતોડી રહ્યા છે. ગ્રાહકોને અપાતી વીજળી યુનીટના 10 થી 12 રૂપિયામા પડી રહી છે. વીજ ચોરીના નામે કમરતોડ બીલો અપાઈ રહયા છે. ટેકનીકલ ફોલ્ટ વાળુ મીટર બદલ્યા પછી કમરતોડ પુરવણી બીલો આપવામાં આવે છે.

નીચેની માંગણીઓ તાત્કાલીક ધોરણે મંજુર કરવા માંગ

 1. મોંઘવારીની કમરતોડ પીડાના સમયમાં 300 યુનીટ સુધીની વીજળી ગ્રાહકોને ફીમાં કરી આપવામાં આવે
 2. ધર વપરાશના વીજ કનેકશનોમાં વીજ ચોરીના દંડમાં ઘટાડો કરવામાં આવે
 3. મીટર અને મીટર બોક્ષનો જથ્થો તાત્કાલીક ઉપલબ્ધ કરાવવામાં આવે
 4. ફોલ્ટવાળા મીટર બદલતી વખતે પુરવણી બીલો આપવાનું બંધ કરવામાં આવે
 5. મીટરનો જથ્થો અને મીટર બોક્ષનો જથ્થો તાત્કાલીક ઉપલબ્ધ કરાવવામાં આવે જેથી પેન્ડીંગ કનેકશનો આપી શકાય અને ફોલ્ટવાળા મીટરો બદલી શકાય છે.
 6. બગવદર સબ ડીવીઝનમાં 5, 25, 10, 50,૭૫ અને 100 કે.વીના ટ્રાન્સફોર્મરોનો જથ્થો
 7. તાત્કાલીક ઉપલબ્ધ કરાવવામાં આવે.
 8. વીજ ગ્રાહકો ઉપર ઠોકવામાં આવી રહેલા છુપા ચાર્જ બંધ કરવામાં આવે
 9. ગામડાઓમાં જર્જરીત વાયરો તાત્કાલીક બદલવામાં આવે
 10. બગવદર સબ ડીવીઝનમાં ખેતી વિષયક કનેકશનોમાં થતા ફોલ્ટ સમયસર રિપેર કરવા માટે ટેકનીકલ ટીમો સાથે વાહનો (પુરતા મટીરીયલના જથ્થા સાથે) મુકવામાં આવે
 11. કોમર્શીયલ વીજ કનેકશનોમાં 1000 યુનીટ સુધીના વીજ વપરાશમાં વીજળી વેરો અને ફીડસ ચાર્જ માફ કરવામાં આવે
 12. વધારે યુનીટ બતાવી રહેલા ડીજીટલ મીટરો તાત્કાલીક ધોરણે બદલવામાં આવે
અન્ય સમાચારો પણ છે...