તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિતરણ:ખેડૂત વિરોધી કાયદો નાબૂદ કરવાની માંગ સાથે કોંગ્રેસે પત્રિકાનું વિતરણ કર્યું

પોરબંદર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગામડા ખૂંદી કાયદા નાબૂદીનું સમર્થન મેળવતા કોંગ્રેસીઓ

દિલ્હીમાં છેલ્લા ઘણા દિવસોથી ખેડૂતો 3 કાળા કાનૂન નાબૂદ કરવા માટે આંદોલન કરી રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા મનમાની કરવામાં આવી રહ્યું છે. જેથી કોંગ્રેસ સમિતિના પ્રમુખ નાથાભાઈ ઓડેદરા સહિતના અગ્રણીઓ ગામડે ગામડે જઈને ખેડૂત વિરોધી કાયદો નાબૂદ કરવા અંગે પત્રિકાનું વિતરણ કરી રહ્યા છે. અને આંદોલન કરી રહેલ ખેડૂતોને સમર્થન આપી રહ્યા છે. નાથાભાઈ ઓડેદરા સહિતના અગ્રણીઓ ગામડે ગામડે જઇ ખેડૂતોને જાગૃત કરવાના પ્રયાસો કરી રહ્યા છે.

અને આ ત્રણ કાળા કાયદા વિશે ખેડૂતોને માહિતી આપી રહ્યા છે. આગામી સમયમાં ખેડૂતોને મોટું નુકસાન થવાનું હોય જેથી આ કાયદા વિશે ખેડૂતોમાં જાગૃતિ આવે તેવા પ્રયાસો કરી રહ્યા છે. નાથાભાઈ ઓડેદરા સહિતના આગેવાનોએ પોરબંદર જિલ્લાના મોટાભાગના ગામડાઓ ખુંદી ખેડૂત વિરોધી કાયદાને નાબૂદ કરવા સમર્થન આપ્યું હતું. અને પત્રિકાનું વિતરણ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો