વિવાદ:ગોઢાણિયા કોલેજથી પક્ષી અભયારણ્યના રસ્તાના કામમાં કૌભાંડનો કોંગ્રેસનો આક્ષેપ

પોરબંદર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કામ ઉચ્ચ ગુણવત્તાનું થાય છે, કોંગ્રેસ હવનમાં હાડકા નાખવાનું બંધ કરે : પાલીક પ્રમુખ
  • કામગીરીનો વિરોધ કરવાને બદલે લોકોની સુવિધા વધે છે તે દ્રષ્ટિએ જૂએ

પોરબંદરમાં ગોઢાણીયા કોલેજથી પક્ષી અભયારણ્ય સુધીના રસ્તાના કામમાં કૌભાંડનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરાયો છે. જયારે કે કામ ઉચ્ચ ગુણવત્તા વાળુ થાય છે કોંગ્રેસ હવનમાં હાડકા નાખવાનું બંધ કરે તેવું પાલિકા પ્રમુખે જણાવ્યું હતું. પોરબંદર શહેરમાં ગોઢાણીયા કોલેજથી પક્ષી અભ્યારણ તરફ જતા રસ્તાનું નવિનીકરણ કરવામાં આવ્યું આવી રહ્યું છે. આ રસ્તો સિમેન્ટથી બનાવવામાં આવી રહ્યો છે આ માર્ગનું

કામ ખૂબ જ નબળી ગુણવત્તાવાળું થતું હોવા અંગેનો આક્ષેપ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નાથાભાઇ ઓડેદરા અને યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ આનંદભાઈ પુંજાણી સહિતના અગ્રણીઓ કર્યો છે. જયારે કે આ અંગે નગરપાલિકાના પ્રમુખ સરજુભાઇ કારીયાએ જણાવ્યું હતું કે શહેરમાં વિકાસના કામો ચાલી રહ્યા છે જે ખૂબ જ ઉચ્ચ ગુણવત્તાયુકત થઇ રહ્યા છે.

આ સારા વિકાસના કામોરૂપી હવનમાં હાડકા નાખવાનું કામ કોંગ્રેસ દ્વારા બંધ કરવામાં આવે અને શહેરને વિકસિત બનાવવામાં પાલિકા જે રીતે કામગીરી કરી રહી છે તેનો વિરોધ કરવાના બદલે લોકોને સુવિધા વધી રહી છે તે બાબતે તંદુરસ્તીની લોકશાહીની દ્રષ્ટિએ મૂલ્યાંકન કરે તે ઇચ્છનીય છે.

અન્ય સમાચારો પણ છે...