તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:પોરબંદર ડિસ્ટ્રીકટ મિનરલ ફંડ દ્વારા વિવિધ શાળાઓમાં બે બે હિંચકા ફિટ કરવામાં ગેરરીતિ થયાનો કોંગ્રેસનો આક્ષેપ

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે હિંચકા 20 હજારના થાય તેના રૂ. 5 લાખ ચૂકવ્યા !!, કુલ 7.40 કરોડ ચૂકવ્યા, ગેરરીતિ કરનાર સામે કાર્યવાહી કરવા ઉચ્ચકક્ષાએ રજૂઆત

પોરબંદર ડિસ્ટ્રીકટ મિનરલ ફંડ દ્વારા વિવિધ શાળાઓમાં બે બે હિંચકા ફિટ કરવામાં ગેરરીતિ થયાનો કોંગ્રેસ અગ્રણીએ આક્ષેપ કર્યો છે. બે હિંચકા 20 હજારમાં થાય તેના રૂ. 5 લાખ ચૂકવ્યા છે. કુલ 7.40 કરોડ ચૂકવ્યા છે. ગેરરીતિ કરનાર સામે કાર્યવાહી કરવા ઉચ્ચકક્ષાએ રજુઆત કરી છે.

પોરબંદરના કોંગ્રેસના આગેવાન રામદેવભાઈ મોઢવાડિયાએ ઉચ્ચકક્ષાએ રજુઆત કરી જણાવ્યું હતું કે ડિસ્ટ્રીકટ મિનરલ ફંડ સ્થાનિક લેવલે નીકળતા ખનીજની રોયલ્ટી પેટે લેવાતા ટેક્ષ માંથી બનાવવામાં આવ્યું છે. આ ફંડનો ઉપીયોગ અસરગ્રસ્ત એરિયાના વિકાશ માટે વાપરવાના હોય છે. પોરબંદર જિલ્લામાં મિનરલ અસરગ્રસ્ત ગામો તરીકે સરકારે 64 ગામડાઓ લીધેલા છે.

પ્રાથમિક શાળાઓ અને સિમ શાળાઓમાં ક્રિડાંગણના સાધનો માટે રૂ. 7.40 કરોડ વર્ષ 2018-19મા ફાળવવામાં આવ્યા હતા. જેમાં શાળામાં સિમેન્ટ કોન્ક્રીટથી ફિક્સ બે હિંચકાઓ આપવામાં આવ્યા હતા. આ બન્ને હિંચકાની કિંમત રૂ. 20 હજારથી વધુ થતી નથી. આ હિંચકાઓ કેટલીક શાળામાં ફિટ કરવામાં આવ્યા નથી. કેટલીક સ્કૂલમાં હિંચકાઓ સડી ગયા છે. આ કામમાં ગેરરીતિ થઈ છે.

અમલીકરણ અધિકારીને સતા સોંપી હતી. આ કામમાં ભ્રષ્ટાચાર થયો હોય જેથી તટસ્થ એજન્સી દ્વારા તપાસ કરાવી જવાબદારો સામે દાખલારૂપ કાર્યવાહી કરવા કૉંગ્રેસ આગેવાન રામદેવભાઈએ વડાપ્રધાન અને મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરી છે.

આક્ષેપો ખોટા છે - અમલીકરણ અધિકારી
જિલ્લાની વિવિધ શાળાઓમાં માત્ર 2 જ હિંચકા નહિ પણ 14 જેટલા ક્રિડાંગણના સાધનો મુકવામાં આવ્યા છે. અને જે તે શાળા દ્વારા સાધનો ફિટ અંગેના સર્ટી આપ્યા બાદ પેમેન્ટ આપવાની પ્રક્રિયા થાય છે. ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો ખોટા છે. > મનીષ જિલડીયા, સિનિયર કોચ, અમલીકરણ અધિકારી, પોરબંદર

અન્ય સમાચારો પણ છે...