વિવાદ:પોરબંદર જિલ્લામાં રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર કર્યાનો કોંગ્રેસનો આક્ષેપ

પોરબંદર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવી ભ્રષ્ટાચારીઓ સામે પગલા લેવા માંગ

પોરબંદર જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે મોટાભાગના રસ્તાઓ ધોવાઇ ગયા હતા આ રસ્તાના પેચ વર્કના ખોટા કામો બતાવી અને સંબંધિત વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરે ભ્રષ્ટાચાર કર્યા હોવાના આક્ષેપો પોરબંદર કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા હતા અને જિલ્લા કલેકટરને આવેદન પાઠવી ભ્રષ્ટાચારીઓ સામે પગલાં લેવા માંગ કરી હતી.પોરબંદર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ નાથાભાઈ ઓડેદરાએ જિલ્લા કલેકટરને કરેલી રજૂઆતમાં એવું જણાવ્યું હતું કે પોરબંદર રાણાવાવ અને કુતિયાણા એમ ત્રણેય તાલુકામાં વરસાદના કારણે રસ્તા પર મસમોટા ખાડાઓ પડી ગયા છે.

આ રસ્તાઓનું મીટરનું પેચ વર્ક નું બહાનું બતાવી ખોટા કામો દેખાડી સંબંધિત વિભાગના અધિકારી અને કોન્ટ્રાકટરો દ્વારા મોટાપાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનું જણાવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કડેગી-અમીપુર કામના અંદાજે 457000, નેરાણા-છત્રાવા રોડના ફેઝ-1 ના 449000, ફેઝ-2 ના 498000, વાડોત્રા-ડૈયરના 326000, ઘરસન-ગઢવાણા રોડના ફેઝ-1 ના 452000, ફેઝ-2 ના 283000, ઘરસન-રેવદ્રા કડેગી રોડના ફેઝ-1 ના 495000, ફેઝ-2 ના 473000, પાતા-સરમા 457000, રાણાવડવાળા-કેરાણા 421000 સહિતના ગામોમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે.

કેટલાક રસ્તાઓ ખરાબ થયા ન હોવા છતાં તેનું સમારકામ બતાવી થોડું થોડું કામ કરી મોટી રકમનું કામ બતાવવામાં આવ્યું છે. આ અંગે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ નાથાભાઈ ઓડેદરાએ જિલ્લા કલેકટરને આવેદન પાતળી રસ્તાના કામો માં થયેલા ભ્રષ્ટાચારની તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે

અન્ય સમાચારો પણ છે...