તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્વાગત:1600 કિ.મી.ના દરિયાકિનારાની સાયકલ યાત્રાએ નીકળેલા 2 યુવાનોને બિરદાવ્યા

પોરબંદર6 દિવસ પહેલા
  • કૉપી લિંક

પોરબંદર નજીક આવેલ માધવપુર ખાતે 1600 કિલોમીટરની સાયકલ યાત્રા પર નીકળી યુવાનોને સન્માનિત કરવામાં આવ્યા હતા. સુરતના 2 યુવાનો ચાર દિવસમા દરિયાઈ પટ્ટીનો 1600 કિ.મી.નો પ્રવાસ પુરો કરવાની નેમ વ્યક્ત કરી સાયકલના પ્રવાસે નીકળ્યા છે યુવાનનું માધવપુર ઘેડ ખાતે સન્માન કરવામાં આવ્યું હતું. સુરતથી જગદીશ ઇટાલિયા અને ધર્મેશ બલલર ગુજરાતના દરિયાકિનારાના સાયકલ પ્રવાસને ચાર દિવસમાં પૂરો કરવાના નિર્ધાર સાથે નીકળ્યા છે. અને તેઓ તાજેતરમાં માધવપુર ખાતે પહોંચ્યા હતા. તેમને માધવપુર ખાતે લોક ગાયક કલાકાર પ્રફુલભાઈ દવે, તાલુકા ભાજપના મહામંત્રી લીલાભાઈ પરમાર વગેરે આગેવાનો દ્વારા બિરદાવવામાં આવ્યા હતા. અને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. ગુજરાતના દરિયા કિનારાનો માત્ર ચાર જ દિવસમાં પ્રવાસ પૂર્ણ કરશે તેવો નિર્ધાર કરનારા યુવાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો