મહિલાઓના સશક્તિકરણ માટે જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહા નિરીક્ષક મયંકસિંહ ચાવડા તથા પોરબંદર જિલ્લાના પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈનીના માર્ગદર્શન મુજબ મહિલા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એમ.રાઠોડના માર્ગદર્શન હેઠળ પોરબંદર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં આવેલા શાળા-કોલેજ ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જાતિય તફાવત અને જાતિય સમાનતા વિષય પર વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામા આવ્યું હતુ.
આ સેમિનારમાં 181 હેલ્પ લાઇન, સાયબર ફ્રોડ, ઘરેલું હિંસા તેમજ છેડતી, મહિલા અત્યાચારને લગતી તમામ સમસ્યાઓ અંગે કાયદાકીય માહિતી તેમજ કાનુની સહાય અને રક્ષણ કેવી રીતે મેળવી શકાય. તે અંગે મહિલા અધિકારી/કર્મચારી દ્વારા વિદ્યાર્થીનીઓને કાયદાકીય સલાહ તેમજ જાગૃતી માટે સ્કુલ/કોલેજમાં સેમિનાર યોજી વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.
પોરબંદરની એમ.કે.ગાંધી સ્કુલ, બાલુબા સ્કુલ, કે.બી.તાજાવાલા, સરસ્વતી સ્કુલ, કેન્દ્રીય વિદ્યાલય, આર્ય કન્યા ગુરુકુલ, વિસાવાડા પ્રાથમીક સ્કુલ, ખાપટ પ્રાથમિક શાળા તથા વી.જે.મોઢા કોલેજમાં આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કમલાબાગ પોલીસ સ્ટેશનના પીએસઆઇ કે.એન.ઠાકરીયા, ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે.એન.અઘેરા,સાયબર પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ.કે.જાડેજા તથા પોરબંદર જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના વુમન હેલ્પ ડેસ્કની કામગીરી કરનારા કર્મચારીઓ જોડાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.