ડાયરેક્ટર ઓફ સિક્યુરીટી જીયુવીએનએલ વિજીલન્સ વડોદરાના માર્ગદર્શન હેઠળ પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ચેકીંગ હાથ ધરવામા આવ્યું હતુ. જેમા પોરબંદર તાલુકાના માધવપુર અને બળેજ ગામમા પથ્થરની ખાણોમાં પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડ (પીજીવીસીએલ)ના રાજકોટ શહેર, રાજકોટ ગ્રામ્ય, જુનાગઢ તથા અમરેલી વર્તુળ કચેરીની કુલ 07 વીજ ટુકડીઓ તથા 03 જીયુવીએનએલ પોલીસ ટીમ દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવેલ હતુ.
ચેકિંગ દરમિયાન રામ અરજણ ઓડેદરા તથા કરશન એભા કડછાની ખાણમાં વીજ ચેકિંગ કરતા તેઓ પીજીવીસીએલની 11 કેવી લાઈનમાં 63 કેવીનું પ્રાઇવેટ ટ્રાન્સફોર્મર મૂકી ડાયરેક્ટ લંગરીયું નાખી અનુક્રમે 34.0 kw તથા 34.17 kw લોડનો ગેરકાયદેસર વીજ વપરાશ કરતા પકડાયેલા હતા. જેથી કંપનીના નિયમ મુજબ વીજ ચોરી અંગેની કાર્યવાહી કરી અનુક્રમે 43 લાખ અને 44 લાખનો દંડ ફટકારવામાં આવેલ છે અને પોલીસ ફરિયાદ કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમજ વીજ ચોરી માટે વપરાશમાં લેવાયેલ 63 કેવીના પ્રાઇવેટ ટ્રાન્સફોર્મર નંગ-22 તથા 650 મીટરનો વીજ વાયર જપ્ત કરવામાં આવેલો છે. તેમજ ખાણ ખનીજ વિભાગ દ્વારા પથ્થર કટીંગ માટે વપરાતી 9 ચકરડી મશીન પણ જપ્ત કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.