પોરબંદર જિલ્લા પોલીસ સક્રિય:માર્ગો પર વાહનોનું ચેકિંગ હાથ ધર્યું; શંકાસ્પદને ઝડપી કડક કાર્યવાહી કરવાના આદેશ

પોરબંદર7 દિવસ પહેલા
  • કૉપી લિંક

આગામી દિવસોમાં ધાર્મિક તહેવારો આવી રહ્યા છે, જેને લઇને પોરબંદર પોલીસ દ્વારા ચેકિંગ સહિતની કામગીરી હાથ ધરી હતી. પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની દ્રારા જીલ્લામાં કોમ્બીંગ નાઇટનું આયોજન કરવામાં આવ્યું હતુ હતુ. જેમા ધાર્મિક સ્થળો,હોટલ,ધાબા,વાહન ચેકીંગ, પેટ્રોલીંગ કરવા અને કોઈ ગેરકાયદેસર જણાઇ આવ્યેથી કાર્યવાહી કરવા ખાસ સુચના આપવામાં આવેલ હતી.

જે અનુસંધાને જીલ્લાનાં નાયબ પોલીસ અધિક્ષના સુપરવિઝન હેઠળ,જીલ્લાનાં તમામ પોલીસ સ્ટેશનના અધિકારી/કર્મચારીઓ દ્રારા અસરકારક કોમ્બીંગ નાઇટ ફરવામાં આવેલ તેમજ જીલ્લાનાં મુખ્ય પોઇન્ટ ઉપર વાહન ચેકીંગ અને ફુટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતુ. સાથે જ હોટલ, ધાબા, ધર્મશાળા, મુસાફીરખાના વિગેરેનું ચેકીંગ કરવામાં આવ્યુ હતું. તેમજ દરીયાઇ પટ્ટી ઉપર આવેલ પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્રારા દરીયાઇ વિસ્તારમાં આવેલ બંદર/મચ્છીમારી વસાહતોની અસરકારક ચેકીંગની કામગીરી કરવામાં આવેલ છે. કોમ્બીંગ દરમિયાન પ્રોહી કેસ-6, તથા એમ.વી.એકટ ક.185 મુજબ કેસ- 1,mvact nc પાવતી - 44 દંડ રૂપિયા- 17,400 વગેરેની કામગીરી કરવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...