સૂચના:15 જુલાઈ સુધીમાં હોડી કે બોટના વેરીફીકેશનની કામગીરી પૂર્ણ કરો

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવી સીઝનથી ટોકન, ડિઝલ સબસીડી માટે સોફ્ટવેરમાં વેરીફીકેશન હોવું ફરજીયાત

તા. 15 જુલાઈ સુધીમાં હોડી કે બોટના વેરીફીકેશનની કામગીરી પૂર્ણ કરાવી લેવા જણાવાયું છે. નવી સીઝનથી ટોકન અને ડિઝલ સબસીડી માટે સોફ્ટવેરમાં વેરીફીકેશન હોવું ફરજીયાત છે. પોરબંદરના બોટમાલિકોને સૂચના અપાઈ છે.

પોરબંદરના બોટ અને હોડી માલિકોને તથા માછીમારો એસોસીએશન અને આગેવાનોને મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક દ્વારા મત્સ્યોદ્યોગ કમિશ્નર ગાંધીનગર દ્વારા આધારીત હુકમથી જણાવ્યું છેકે, તમામ હોડી, બોટ, માલિકોની ફિશીંગ હોડી, બોટોનું ઓનલાઇન ટોકન સીસ્ટમ સોફટવેરમાં વેરીફીકેશન કરવાનું ફરજીયાત હોય, જેથી હુકમ અનુસંધાને આ કચેરી દ્વારા હોડી, બોટના વેરીફિકેશનની કામગીરી હાથ ધરેલ છે.

હોડી, બોટ વેરીફીકેશનની કામગીરી તા. 15/07/2022 સુધીમાં પૂર્ણ કરવાની થતી હોય, તમામ હોડી, બોટ માલિકોએ તેમની હોડી, બોટનું વેરીફીકેશન કરાવી લેવા તથા આ કામગીરી કરવા સહકાર આપવા જણાવાયું છે. જે હોડી, બોટનું વેરીફીકેશન ન થયેલ હોય તેવી હોડી, બોટને આગામી સીઝનથી ટોકન તથા ડીઝલ પરની સબસીડી આપવામાં આવશે નહીં. આ આદેશનો ભંગ કરનાર સામે ગુજરાત મત્સ્યોદ્યોગ કાયદો-2003 મુજબ દંડને પાત્ર થશે તેવી પણ સૂચના આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...