પોલીસ ફરિયાદ:જમીન પર ગેરકાયદે દબાણ કર્યાના 12 કેસમાં 21 શખ્સ સામે થશે ફરિયાદ

પોરબંદર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 21.39 લાખની જમીન પર 3 શખ્સે સ્વૈરિછક રીતે દબાણ દૂર કર્યા

પોરબંદર જિલ્લા કલેકટર અશોક શર્માની અધ્યક્ષતામાં ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ- 2020ની સમિતિની બેઠક યોજાઇ હતી. બેઠકમાં 20 દરખાસ્તોની તપાસ પૂર્ણ કરી રજૂ કરવામાં આવી હતી. જે પૈકી સરકારી જમીન પર 2 અરજીમાં તથા ખાનગી જમીન પર 10 એમ મળી કુલ 12 અરજીઓમાં સમિતિ દ્વારા જમીન પચાવી પાડનારા સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા નિર્ણય કરાયો હતો.

ઉપરાંત ખાનગી જમીન પર કુલ 1 કેસમાં 20377 ચોમી. જેની જંત્રી મુજબ અંદાજિત કિંમત રૂ.21.39 લાખ ની જમીન પર કુલ 3 શખ્સ દ્રારા કરવામાં આવેલ દબાણ તપાસ શરૂ થવા સાથે જ દબાણદાર દ્વારા સ્વેચ્છાએ દબાણ દૂર કરવામાં આવેલ છે અને મૂળ ફરિયાદીને પરત મળેલ છે.

સરકારી જમીન પર કુલ 2 કેસમાં 909 ચો.મી. ની જંત્રી મુજબની કિંમત રૂ.1.81 લાખ ની જમીન પર કુલ 2 શખ્સ દ્વારા ગેરકાયદેસર દબાણ કરવામાં આવેલ હોય જેની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા જાણ કરવામાં આવી છે. તેમજ ખાનગી જમીન પર કુલ 10 કેસમાં 109422 ચો.મી. પર કુલ 19 શખ્સ દ્વારા ગેરકાયદેસર દબાણ કરવામાં આવેલ છે, જે બાબતે અરજદારને પોલીસ ફરિયાદ દાખલ કરવા જાણ કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...