પોરબંદર-છાંયા નગરપાલિકાના વોર્ડ નં. 6 વિસ્તારમાં પીવાનું પાણી ગટરના પાણી વાળું ફીણ વાળુ ગંદુ પાણી આવતું હોવાની અનેક ફરિયાદો મળી રહી છે. અશરફી નગર, ચુના ભઠ્ઠા વિસ્તાર, વિરડી પ્લોટ વગેરે વિસ્તારોમાં છેલ્લા 1 માસથી નગરપાલિકા દ્વારા વિતરણ કરાતા પાણીમાં ગટરના પાણી ભળી ગયા હોવાથી ગંદુ પાણી આવી રહ્યું છે. આ પાણી પીવા લાયક ન હોવા છતાં લોકો આવું પાણી પીવા માટે મજબૂર બન્યા છે.
આ વિસ્તારમાં રોગચાળો વધી રહ્યો છે. વળી આ વખતે ચોમાસામાં લગભગ બધા જ ડેમો ભરાઇ ગયા છે અને બે વર્ષ ચાલે તેટલો પાણીનો જથ્થો સંગ્રહીત થઇ ગયો છે. આથી વોર્ડ નં. 6 ના મ્યુનિસિપલ કાઉન્સેલર ફારૂક સુર્યાએ પાલિકામાં રજૂઆત કરી હતી કે પાણીનો જથ્થો પુરતો હોવાથી લોકોને દર ત્રણ દિવસને બદલે દરરોજ પાણીનું વિતરણ કરવામાં આવે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.