ફરિયાદ:સ્પીડ પોસ્ટના પત્રો મોડા પહોંચતા હોવાની ફરિયાદ

પોરબંદર3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અન્ય જિલ્લાઓમાં ફરી ફરીને પોરબંદર ટપાલ પહોંચે છે
  • ​​​​​​​અમદાવાદથી ડાયરેક્ટ પોરબંદર ટપાલ મળી રહે તેવી વ્યવસ્થા કરો

પોસ્ટ ઓફીસ દ્વારા સ્પીડ પોસ્ટની સેવા ઉપલબ્ધ કરાવામાં આવેલ છે. આ સેવાથી પોસ્ટની ટપાલો તાત્કાલીક અસરથી ગ્રાહકોને મળે તે હેતુ છે, પરંતુ સ્પીડ પોસ્ટની ટપાલો ગુજરાત રાજ્યના અમદાવાદ ઓફિસથી પ્રથમ રાજકોટ અને ત્યાથી જુનાગઢ અને ત્યાથી પોરબંદર મોકલવાથી સ્પીડ પોસ્ટ જે સામાન્ય કુરિયર કંપનીઓ થી પણ મોડી પહોંચતી હોય છે, જેથી લોકોને કુરીયર કંપનીનો સહારો લેવો પડે છે અને કુરિયર કંપની દ્વારા 24 થી 48 કલાક માજ ગ્રાહક સુધી પહોંચી જાય છે,

પરંતુ સ્પીડ પોસ્ટ સેવા સોભાના ગાંઠિયા સમાન બની જાય છે, જેથી અમદાવાદ ગુજરાત પોસ્ટ માસ્ટર (પી.એમ.જી) દ્વારા પોરબંદરને જીલ્લા લેવલનુ સ્થળ હોથ જેથી આ ફરતી ફરતી ટપાલ આવે તેને બદલે ડાયરેક અમદાવાદ થી પોરબંદર મોકલવામા આવે તો ગ્રાહકોને ખરા અર્થમાં સ્પીડ પોસ્ટનો લાભ મળી શકે. આ બાબતે સામાજીક કાર્યકર દિનેશભાઈ થાનકી દ્વારા તંત્રને ઈ-મેઈલ દ્વારા જાણ કરી તાત્કાલીક અસરથી અમદાવાદથી જીલ્લા લેવલે ડાયરેકટ સ્પીડ પોસ્ટ મોક્લવા અંગે વ્યવસ્થા કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...