પોરબંદરમાં આઉટસોર્સિંગના કર્મીઓનું આર્થિક શોષણ થતું હોવાની મુખ્યમંત્રીને ફરિયાદ કરાઈ છે. દૈનિક લઘુતમ વેતન દર કરતા ઓછા પગાર અપાતા હોવાની એડવોકેટની એડવોકેટ દ્વારા રજૂઆત કરી સરકારી હોસ્પિટલ, જિલ્લા પંચાયત, જિલ્લા સેવા સદન તેમજ માર્ગ અને મકાન વિભાગમાં તપાસની માંગ કરી છે.
પોરબંદરના આરટીઆઇ એક્ટિવિસ્ટ અને એડવોકેટ ભનુભાઈ ઓડેદરાએ મુખ્યમંત્રી સહિત શ્રમ વિભાગને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે જિલ્લામાં આઉટસોર્સિંગ કર્મચારીઓને કોન્ટ્રાક્ટ મંજૂર અધિનિયમ હેઠળ મજૂરો, કામદારો માટે લઘુતમ વેતન નક્કી કરાયું હોવા છતાં આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટરો ભાવસિંહજી હોસ્પિટલ, લેડીસ હોસ્પિટલ, જિલ્લા પંચાયત કચેરી, કલેકટર કચેરી, જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ, માર્ગ અને મકાન વિભાગમાં ફરજ બજાવતા આઉટસોર્સિંગ કામદારોનું શોષણ કરવામાં આવે છે.
કોન્ટ્રાક્ટરો માત્ર મહિને સાત હજાર આપીને બાકીની રકમ પોતે લઈ લેતા હોવાની ફરિયાદ કરી છે. અમુક કોન્ટ્રાક્ટરો તો બેંક ખાતામાં જમા થયેલ રકમમાંથી પણ પરત રૂપિયા લઈ લેતા હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. જેથી યોગ્ય રીતે તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.