રજૂઆત:આમ આદમી પાર્ટીના ઉમેદવારોના ઉમેદવારી પત્ર રદ કરવા ફરિયાદ

પોરબંદર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદરમાં આપ પાર્ટીને છોડી ગયેલ વકીલ કાર્યકરે તમામ જિલ્લાના કલેક્ટરને રજૂઆત કરી , આધાર પુરાવા પણ સાથે જોડ્યા

આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા વિધાનસભા ચુંટણી 2022માં 182 સીટો ઉપર આપના ઉમેદવારો ગુજરાત ભરમાં રાખેલ છે તેમાં આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા આપવામાં આવેલ તમામ મેન્ડેડ અનઅધિકૃત વ્યક્તિઓ દ્વારા આપવામાં આવેલ છે. જેથી તે તમામ મેન્ડેડ તાજેતર માં ચાલી રહેલ વિધાનસભા ચૂંટણીમાં રજુ કરેલ છે તે કાનૂની રીતે અને સ્વયં આમ આદમી પાર્ટીના ગુજરાત કક્ષાએ રજુ થયેલા બંધારણ પ્રમાણે પણ ગેરકાયદેસર હોવાથી તમામ ઉમેદવારોને ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં રદબાદલ કરવામાં આવે તેવી ફરિયાદ રાજ્ય ચૂંટણી આયોગ માં કરવામાં આવેલ છે. તેમજ રાજ્યના તમામ જિલ્લાના કલેકટરને પણ રજૂઆત કરી છે.

પોરબંદરમાં આપ પાર્ટી છોડી ગયેલ વકીલ કાર્યકર કેયૂર જોશીએ પુરાવા પણ આપ્યા છે, જેમાં આમ આદમી પાર્ટી હાલ નેશનલ પાર્ટી ન હોવાથી તેમણે પ્રત્યેક રાજ્યમાં તેમની સ્થાનિક ભાષામાં અને અંગ્રેજી ભાષામાં પોતાનું બંધારણ રજુ કરી ચુસ્ત રીતે પાલન કરવાનું હોય છે,જેમાં તમામ નિર્ણયો રાજ્ય કક્ષાએ થી જ લેવાતા હોય છે ત્યારે પંકજ ગુપ્તા કે જેઓ આમ આદમી પાર્ટી ના નેશનલ સેક્રેટરી છે જેથી તેઓ ગુજરાત રાજ્યમાં યોજાઈ રહેલ ચૂંટણી માં મેન્ડેટ ઉપર સહી કરી શકે નહિ, તદુપરાંત રાજ્ય કક્ષાની પાર્ટીઓને તેમની રાજ્ય સ્તરની અજેન્ડા સાથેની મિટિંગ યોજી મેન્ડેટ ઉપર ગુજરાતના જ અધિકૃત પાર્ટીના બંધારણમાં ઉલ્લેખ હોય તેવા હોદ્દા સાથેના હોદેદાર જ સહી કરી શકે ત્યારે હાલ ગુજરાત આમ આદમી પાર્ટી ના ફ્રન્ટલ અધ્યક્ષ કિશોરભાઈ દેસાઇના નામની સહી પણ છે

જયારે કે આવો કોઈએ જ હોંદ્દાનો ઉલ્લેખ રાજ્ય ચૂંટણી આયોગમાં રજુ કરેલ બંધારણ કે સુધારાઓ માં છેજ નહિ. જેથી બંધારણ મુજબ જે વ્યક્તિ ગેરલાયક જ બને છે જેના પુરાવા પણ આ રજૂઆતમાં કરેલ છે. મેન્ડેટ ઉપર સહી કરનાર પંકજ ગુપ્તા કે જેઓ દિલ્હીમાં સ્થિત છે અને કિશોરભાઈ દેસાઇ કે જેઓ હાલ પાર્ટી ના બંધારણ પ્રમાણે ચૂંટણી પ્રક્રિયા થી કોઈજ હોદ્દો ન ધરાવતા હોવાથી બેવ વ્યક્તિઓ આપ પાર્ટી ના મેન્ડેટ ઉપર સહી કરવા માટે ગેરલાયક છે. જેથી તમામ ઉમેદવારોના ફોર્મ રદ કરવામાં આવે અને આ બાબતે ગંભીર ભૂલ કરી લોકશાહી ના સ્તંભને ઊંડાણ પૂર્વકનું નુકશાન કરનાર જવાબદાર સૌ કોઈ સામે શિક્ષાત્મક પગલાં લેવા રજૂઆત કરી છે.

પાર્ટીએ મિટિંગ, એજન્ડા અને ઠરાવ ચૂંટણી આયોગમાં કર્યા નથી
રજૂઆતમાં જણાવ્યું છેકે, મેન્ડેડ આપનાર અને સહી કરનાર વ્યક્તિ ઓને અધિકૃત કરવા માટેની કોઈજ મિટિંગ બોલાવ્યા તથા તેનો એજન્ડા અને સર્વાનુમતે કરવામાં આવેલ ઠરાવ હાલ આજ દિન સુધી રાજ્ય ચુટણી આયોગમાં કરવામાં આવેલ ન હોવાથી તમામ નીતિ નિયમોને નેવે મૂકી દિલ્હીના આમ આદમી પાર્ટીના નેશનલ સેક્રેટરી પંકજ ગુપ્તા અને કિશોર ભાઈ દેસાઇ દ્વારા ગુજરાત ના પ્રજાજનો જોડે ઘોર અપરાધ કર્યો છે તેવું પણ ફરિયાદમાં જણાવ્યું છે. બંધારણ પ્રમાણે ગોપાલ ઇટાલિયાને પદ મેળવવું હોય તો પાર્ટી ની ઇન્ટરનલ ચૂંટણી કરવી પડે જે કરવામાં આવેલ નથી. જેથી આ બાબતે તત્કાલીન નિર્ણય લેવા માં આવે તેવી માંગ પણ કરી છે.

રાષ્ટ્રીય પાર્ટી ન હોવાથી ચૂંટણી માટે ડમી ઉમેદવારે ફોર્મ પરત ખેંચવા પડ્યા હતા
આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ પોરબંદર અને કુતિયાણામાં ફોર્મ ભર્યા ત્યારે એક - એક ડમી ઉમેદવારે પણ ફોર્મ ભર્યા હતા. પરંતુ આપ પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી ન હોવાને લીધે તેના ડમી ઉમેદવારો પાસે અપક્ષ તરીકે ફોર્મ ભરાવવામાં આવ્યા હતા. જેથી ફોર્મ ચકાસણી વખતે ભાજપ કોંગ્રેસના ડમી ઉમેદવાર આપોઆપ રદ થયા હતા જ્યારે આમ આદમી પાર્ટીના ડમી ઉમેદવારોને પોતાના ફોર્મ પરત ખેંચવા પડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...