ક્રાઇમ:લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ 11 શખ્સ સામે ફરિયાદ નોંધાઈ

પોરબંદર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1.50 કરોડની જમીન પચાવી કબ્જો કર્યાનો ગુન્હો નોંધાયો

લેન્ડ બ્રેબિંગ એક્ટ હેઠળ 11 શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે જેમાં ભોજેશ્વર પ્લોટમાં આવેલ રૂ. 1.50 કરોડની જમીન રહેણાંક હેતુ માટે પચાવી કબ્જો કર્યાનો ગુન્હો નોંધાયો છે.જામજોધપુર તાલુકાના જામ સખપુર ગામે રહેતા લક્ષ્મણભાઇ મુરુભાઈ ઓડેદરા નામના આધેડે પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં આ આધેડની માલિકીની ભોજેશ્વર પ્લોટ ખાતે આવેલ જમીન જે પાંચેક વર્ષ પહેલા ખરીદી હતી.

આ જમીન પર કારા જેઠા ઉલ્વા, ધના જેઠા, ભીખુ જેઠા, કાના જેઠા, ખીમા જેઠા ઉલવા, સાજણ કાના ઉલ્વા, મેરામણ ધના ઉલ્વા, દેવાયત કારા ઉલ્વા, શૈલેષ કારા ઉલ્વા, કમલેશ કારા ઉલ્વા અને નિલેશ વિરમ ભુતીયા નામના શખ્સોએ રૂ. 1.50 કરોડની સયુંક્ત રીતે આરોપીઓએ અનઅધીકૃત રીતે રહેણાંક હેતુ તથા અંગત ઉપયોગ માટે પચાવી પાડી દબાણ કબ્જો કર્યા અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે 11 શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુન્હો દાખલ કરી આગળની તપાસ ડીવાયએસપી જે.સી. કોઠીયા ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...