રેતી ચોરી:ખિમેશ્વર મંદિરથી મિયાણી સુધી રેતી ચોરી થતી હોવાની ફરિયાદ

પોરબંદર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કલેક્ટરને રજૂઆત કરી રેતીચોરો સામે ગુનો નોંધવા સામાજીક કાર્યકરની માંગ

પોરબંદરના સામાજીક કાર્યકર બાવન કાના બાદરશાહી તથા ભાસ્કર કાનજી પાંજરી સહિતના અગ્રણીઓએ જિલ્લા કલેક્ટરને દરિયા કિનારાના વિસ્તારોમાં બેફામ થતી રેતીચોરી અંગે ફરિયાદ કરી છે. તેઓએ કલેકટરને કરેલી રજુઆતમાં એવું જણાવ્યું હતું કે ખિમેશ્વર મહાદેવ મંદિરથી મિયાણી સુધીના દરિયાકિનારા પર ખુલ્લેઆમ અને બેરોકટોક રેતીચોરી થાય છે. અહીંથી જેસીબી મશીન થતા ડમ્પરોથી દરિયાળ રેતી ચોરી થઇ રહી છે. ભ્રષ્ટ અધિકારીઓની મીઠી નજર હેઠળ રેતીચોરીનું કૌભાંડ ચાલી રહ્યાનો આક્ષેપ બાવન બાદરશાહીએ કર્યો હતો.

તેઓએ વધુમાં એવું પણ જણાવ્યું હતું કે અગાઉ પણ સિંચાઇ વિભાગના મશીન દ્વારા અને ક્ષારઅંકુશ, ફીશરીઝ ડિપાર્ટમેન્ટ, ખાણ ખનીજ વિભાગ વગેરે સરકારી વિભાગોના અધિકારીઓએ અસ્માવતી ઘાટ, ઝાવરથી રેતી કાઢી અને ચોપાટીના ગ્રાઉન્ડ, ઇન્દિરા નગર તથા અન્ય જગ્યાઓ પર રાખી હતી. વર્ષ 2016-17 માં જે સ્થળે રેતી રાખવામાં આવી હતી ત્યાંથી રેતીના ડમ્પરો ભરાઇને વહેંચી નાખી હોવાની પણ કલેકટરને રાવ કરી હતી. હાલમાં વધુ માત્રામાં રેતી ચોરી ના થાય અને આગામી કુદરતી આફતોથી પોરબંદરને બચાવવા માટે ગંભીરતાથી આ રેતી ચોરી અટકાવવામાં આવે તેવી માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...