ક્રાઇમ:ઓડદર ગામની મહિલા પર બળાત્કારની ફરિયાદ

પોરબંદર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વીડીયો વાયરલ કરવાની ધમકી આપી વારંવાર શરીર સંબંધ બનાવ્યાની રાવ

પોરબંદર જિલ્લાના ઓડદર ગામે એક મહિલાને વીડીયો વાયરલ કરવાની ધમકી આપીને 1 શખ્સ દ્વારા વારંવાર શરીર સંબંધ બાધીને બળાત્કાર કર્યો હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર પોરબંદર જિલ્લાના ઓડદર ગામે રહેતી મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ઓડદર ગામમાં જ રહેતો જીતુ સોમાભાઇ સાદીયા નામનો શખ્સે ગત એપ્રિલ માસથી તેને વીડીયો વાયરલ કરવાની ધમકીઓ આપી હતી અને વારંવાર શરીર સંબંધ બાંધી બળાત્કાર કર્યો હોવાની પોલીસમાં ફરિયાદ કરી હતી.

પોલીસે આ અંગે ઓડદર ગામે જીતુ સાદીયાના ઘરે તપાસ હાથ ધરતા તે ઘર પર મળી આવ્યો ન હતો. આ અંગે પોલીસે જીતુ સામે ગુન્હો નોંધીને જીતુ સાદીયાને પકડી લેવા તજવીજ હાથ ધરી છે અને વધુ તપાસ હાર્બર મરીન પોલીસ સ્ટેશનના PI એસ. એસ. ગામેતીએ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...