તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:શીશલી ગામે છેલ્લા 3 દિ'થી લાઇટ નહીં હોવાની ફરિયાદ

બગવદર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસ દ્વારા પીજીવીસીએલની તાળાબંધી કરવા ચિમકી ઉચ્ચારાઇ

પોરબંદરના શીશલી ગામે છેલ્લા 3 દિવસથી લાઇટ ન હોવાના કારણે ખેડૂતો ઘણી જ મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે. શીશલી ગામના 50 થી 60 જેટલા ખેડૂતોએ પીજીવીસીએલમાં રજૂઆત કરવા છતાં પીજીવીસીએલ ધ્યાન આપતું ન હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.

પોરબંદરના શીશલી ગામના વિસ્તારમાં 4 થી 5 વીજપોલ પડી ગયા હોવાના કારણે 3 દિવસથી વિજળી નથી. જેના કારણે ખેડૂતોને સામાન્ય અજવાળામાં રાત્રે વાળુ કરવું પડે છે ઉપરાંત મોબાઈલ ચાર્જ થતા નથી, લાઈટ ન હોવાથી ખેડૂતો ઇલેક્ટ્રિક મોટરથી છાશ બનાવતા હોય છે તો ત્રણ દિવસથી છાશ પણ બની નથી ઉપરાંત વરસાદ હોવાથી ઝીણી જીવાતો અને મચ્છરોનો ખૂબ જ ઉપદ્રવ હોય છે અને ઝેરી જીવજંતુ અંધારામાં હોય છે તેનું પણ ધ્યાન રાખવું પડતું હોય છે.

પોરબંદર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નાથાભાઈ ઓડેદરાની આગેવાનીમાં બગવદર પીજીવીસીએલ કચેરીએ વીજ ધાંધિયાની રજૂઆત કરવા આવેલા અને આ પંચકોશી ફીડરમાં ચાર વાગ્યા સુધીમાં વીજ પ્રવાહ ચાલુ કરવામાં નહીં આવે તો આવતીકાલે સમગ્ર ખેડૂતોને સાથે રાખી પીજીવીસીએલની ઓફિસને તાળાબંધી કરવામાં આવશે તેવી કોંગ્રેસ દ્વારા ચિમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...