શિક્ષકની હરકત:ધોરણ 7ની વિદ્યાર્થીનીઓના ગાલ ખેંચી, નામ બદલાવી ગેરવર્તુણુંક કર્યાની ફરિયાદ

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુરૂપૂર્ણિમાંના દિવસે શાળામાં પ્રવાસી શિક્ષકની હરક્ત
  • પ્રિન્સીપાલ દ્વારા નોટિસ ફટકારી કાર્યવાહી કરવામાં આવી

શાળામાં પ્રવાસી શિક્ષકની હરક્ત સામે આવી છે. 7મા ધોરણની વિદ્યાર્થીનિઓના ગાલ ખેંચી, નામ બદલાવી, ચીટલા ભરી ગેરવર્તણુક કરી હોવાની વાલીઓ દ્વારા ફરિયાદ ઉઠતા પ્રિન્સીપાલ દ્વારા નોટિસ ફટકારી કાર્યવાહી આગળ ચલાવી છે.

શિક્ષકને ગુરુ માનવામાં આવે છે. ગુરુ પૂજનીય હોય છે. ગુરુ પૂર્ણિમાના દિવસે જ વાલીઓ એમ.કે. ગાંધી સ્કૂલ ખાતે દોડી આવ્યા હતા અને સ્કૂલના પ્રિન્સિપાલ સમક્ષ ફરિયાદ કરી હતીકે, આ શાળાના ધોરણ 7મા અભ્યાસ કરાવતા પ્રવાસી શિક્ષક પ્રેમ સુબોધ વાકાણી દ્વારા વિદ્યાર્થીનીઓ સાથે ગેર વર્તણુક કરવામાં આવે છે.

વાલીઓએ જણાવ્યું હતુંકે, આ શિક્ષક વિદ્યાર્થીનીઓને અલગ અલગ નામથી બોલાવે છે અને તેમના ગાલ ખેંચી, ગાલ પર ચીટલા ભરી, વાળની ચોંટલીઓ ખેંચે છે. પોતાની દીકરીએ આ બાબતે વાલીને ફરિયાદ કરી હતી અને એક નહિ પણ અનેક વિદ્યાર્થીનીઓ સાથે આવું વર્તન કરે છે તેવું જણાવી વાલીઓએ રોષ વ્યક્ત કર્યો હતો. જોકે સ્કૂલના આચાર્ય દ્વારા કડક પગલા લઈને આ શિક્ષકને ઉગ્ર ઠબકો આપી શિક્ષકને લેખિતમાં નોટિસ ફટકારી છે. અને આગળની કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે.

વાલીઓએ સ્કૂલના ભરપેટ વખાણ કર્યા
જિલ્લા પંચાયત હસ્તકની એમ.કે. ગાંધી સ્કૂલમાં આવેલા વાલીઓએ જણાવ્યું હતુંકે, સ્કૂલ ખૂબ સારી છે. સ્કૂલમાં સુવિધા સારી છે. અને અભ્યાસ પણ સારી રીતે કરાવી છાત્રો પર પૂરતું ધ્યાન આપવામાં આવે છે પરંતુ 2 માસથી આવેલ આ પ્રવાસી શિક્ષકના કારણે ફરિયાદ કરવા આવવું પડ્યું છે. આ શિક્ષકની હરકતો વ્યાજબી ન હોય અને આગળ વિદ્યાર્થીનીઓનું ભાવિ ન જોખમાય તે હેતુથી ફરિયાદ કરવા આવ્યા હતા.

શિક્ષકને બરતરફ કરવા સુધીની કાર્યવાહી થશે : આચાર્ય ધર્માબેન
સુપરવાઈઝર દ્વારા જાણ થતા જ આ શિક્ષકની હરક્ત બદલ ઠબકો આપી તુરંત લેખિતમાં નોટિસ આપી દીધી છે અને આ શાળામાં આવી હરક્ત ક્યારેય પણ ચલાવી લેવામાં આવશે નહિ. કડક એક્શન લેવામાં આવશે અને SMC દ્વારા આ પ્રવાસી શિક્ષકને બરતરફ કરવામાં આવશે. - ધર્માંબેન જોશી, આચાર્ય, એમ.કે.ગાંધી, સ્કૂલ, પોરબંદર

કોઇ ખરાબ હેતુ નથી, મિત્ર તરીકે મસ્કરીમાં ગાલ ખેંચ્યા હતા - શિક્ષક
વિદ્યાર્થીનીઓ સામે કોઈ ગેર વર્તણુક નથી કરી, મજાક મસ્કરીમા ગાલ ખેંચ્યા હોય તેવું બને. મિત્ર તરીકે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓના ગાલ ખેંચુ છું. કોઈ ખરાબ હેતુ નથી. અન્ય આક્ષેપો પાયાવિહોણા છે. વિદ્યાર્થીનીઓના ગાલ ખેંચ્યા તે સાચું છે. - પ્રેમકુમાર સુબોધ વાકાણી, પ્રવાસી શિક્ષક

અન્ય સમાચારો પણ છે...