ક્રાઇમ:દહેજ મુદ્દે કનડતા પતિ સહિત 7 શખ્સ સામે પરિણીતાની ફરિયાદ

પોરબંદર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદરમાં સાસરિયાનાં ત્રાસથી પરિણીતા પોલીસ સ્ટેશન પહોંચી

પોરબંદરની એક પરણીતાને દહેજ બાબતે અવાર નવાર મેણાટોણા મારીને પતિ સહિત સાસુ, દેરાણી સહિતનાઓએ શારીરિક-માનસિક ત્રાસ બાબતે  પોલીસ ફરીયાદ થતા પોલીસે ૭ શખ્સો વિરૂધ્ધ ગુન્હો નોંધ્યો હતો. પોરબંદરના છાંયાના નવાપરા રઘુવંશી સોસાયટી પાસે રામવાડીમાં રહેતી અને હાલ પોતાના માવતરના ઘરે જુરીબાગ શેરી નં.-૧૩ માં રહેતી પુનિતાબેન રાજેશભાઇ ઓડેદરા નામની પરણીતાને પોતાના લગ્ન જીવન દરમ્યાન અવાર નવાર પતિ સહિતના સાસરીયાઓ દ્રારા શારીરિક-માનસિક દુ:ખત્રાસ આપવા બાબતે ફરીયાદ થતા પોલીસે તેણીના પતિ રાજેશ રામાભાઇ ઓડેદરા, સાસુ પુષ્પાબેન રામાભાઇ ઓડેદરા, દેર-દેરાણીઓ કિરણબેન દેવેન ઓડેદરા, દેવેન રામાભાઇ ઓડેદરા, કરશન ભુતિયા તથા તેણીના કાકા-કાકી દિનેશ ભુતિયા તથા જીવતીબેન દિનેશ ભુતિયાએ સામાન્ય બાબતે મેણાટોણા મારી, ભૂંડી ગાળો કાઢી, ઝગડો કરી, મુંઢ માર મારીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી, જેથી આ બાબતે પુનિતાબેને પોલીસ ફરીયાદ કરતા પોલીસે તેણીના પતિ સહિતના ૭ સાસરીયાઓની અટક કરીને  વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...