કાર્યવાહી:શહેરમાં કોંગ્રેસ પ્રમુખ સહિત 3 સામે ફરજમાં રૂકાવટની ફરિયાદ

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોગ્ય વિભાગની ટીમ લારીમાં તપાસ કરી હતી ત્યારે ઘટના બની

પોરબંદરમાં સળેલા અને અખાદ્ય પદાર્થો વેચનાર રેકડીવાળા સામે જયારે આરોગ્ય વિભાગના કર્મચારી પોતાની ડયૂટી મુજબ કાર્યવાહી કરી રહ્યા હતા, ત્યારે રેકડીવાળો તેની સામે થઇ ગયો હતો અને તેણે મ્યુ. કાઉન્સીલર તથા કોંગ્રેસ પ્રમુખને પણ બોલાવી લઇને કર્મચારી સામે માથાકુટ કરીને ગાળો કાઢીને ફરજમાં રૂકાવટ ઉભી કરવાની ફરિયાદ નોંધાઇ છે.

આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર શાહીલ યાકુબ મન્સુરી નામનો શખ્સ સુદામોચોક પાસે સળેલા સફરજન જે અખાદ્ય હોય આરોગ્ય વિભાગના વિજયભાઇ માવજીભાઇ ઠકરાર અને ઇન્ચાર્જ હેલ્થ ઓફીસર જગદીશભાઇ ઢાંકીએ તેની રેકડીની તપાસ કરતા તે ફળોનો નાશ કરવા જણાવતા શાહીલ તેની સામે થઇ ગયો હતો અને તેના પાલિકાના કાઉન્સીલર એવા તેના ઓળખીતાને બોલાવી લાવ્યો હતો.

આ બંને વચ્ચેની માથાકુટમાં કોંગ્રેસના પ્રમુખ નાથાભાઇ ઓડેદરા પણ જોડાઇ ગયા હતા. આ ત્રણેય જણાએ મળીને આરોગ્ય વિભાગના કર્મચારીઓના ફરજમાં રૂકાવટ કરીને કાયદેસરનો વહીવટ ચાર્જ વસુલ કરવા નહીં દેવા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. આ અંગે પોલીસે આ તમામ સામે ગુન્હો નોંધી વધુ તપાસ કીર્તિમંદિર પોલીસ સ્ટેશના હે.કો. જી. આર. ભરડા એ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...