શિક્ષણ અધિકારીને રજૂઆત:RTE હેઠળ પ્રવેશ મેળવનાર ગરીબ બાળકો સાથે ખાનગી શાળામાં ભેદભાવ રખાતો હોવાની ફરિયાદ

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • NSUI દ્વારા પ્રાથમિક શિક્ષણ અધિકારીને રજૂઆત કરાઇ, 4 દિવસમાં નિરાકરણ નહીં આવે તો શાળામાં હલ્લાબોલ કરાશે

RTE હેઠળ પ્રવેશ મેળવનાર ગરીબ બાળકો સાથે ખાનગી શાળામાં ભેદભાવ રખાતો હોવાની ફરિયાદ ઉઠતા NSUI દ્વારા શિક્ષણ અધિકારીને આવેદન પાઠવી ઉગ્ર રજૂઆત કરી છે. RTE હેઠળ ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારના બાળકોને ખાનગી શાળામાં પ્રવેશ આપવામાં આવે છે.

પોરબંદરમાં RTE હેઠળ ખાનગી શાળામાં બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો છે, પરંતુ પોરબંદરની ઘણી નામાંકીત ખાનગી શાળાઓ દ્વારા આવા બાળકો સાથે ભેદભાવ રખાતો હોય તેવી ફરિયાદ ઉઠી છે. વાલીઓ દ્વારા NSUI ના કાર્યકરોને પણ જાણ કરેલ છે.

નાની ઉમરના બાળકો સાથે અંતર રાખી કેટલીક ખાનગી શાળાઓ દ્વારા આવા બાળકો સાથે ભેદભાવભરી કુટનીતિ રાખવામાં આવે છે ત્યારે પોરબંદર NSUI પ્રમુખ કિશન રાઠોડ સહિતના કાર્યકરોએ પ્રાથમિક શિક્ષણ અધિકારીને આવેદન પત્ર પાઠવ્યું છે અને ગરીબ બાળકો સાથે ભેદભાવ કરનાર ખાનગી શાળાઓ પર કડક કાર્યવાહી કરવા માંગ કરી છે. આગામી 4 દિવસમાં કોઈ કાર્યવાહી નહિ થાય તો NSUI દ્વારા વાલીઓને સાથે રાખી આવી ખાનગી શાળાઓમાં હલ્લાબોલ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

RTE અંતર્ગત ખાનગી શાળામાં પ્રવેશ મેળવનાર બાળકો સામે ભેદભાવ કરનાર શાળા સંચાલક સામે કાર્યવાહી થશે. શાળાના સંચાલકોને સૂચના આપવામાં આવશે. જો ભેદભાવ રાખવામાં આવશે અને આ અંગે ફરિયાદ આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. > કે.ડી. કણસાગરા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, પોરબંદર

અન્ય સમાચારો પણ છે...