તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઇમ:ભાવપરાના વૃદ્ધને જાનથી મારી નાખવાની ધમકી મળતા ફરિયાદ

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખાણના ધંધાની ખટપટ જવાબદાર હોવાની રજુઆત

પોરબંદર જિલ્લાના ભાવપરાના એક વૃદ્ધને તે જ ગામના બે શખ્સોએ ખાણના ધંધાની ખટપટની શંકાઓ રાખીને ભૂંડી ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકીઓ આપવાની પોલીસ ફરીયાદ થઇ છે. પોલીસે ગુનો નોંધી ફરિયાદનાં આધારે વધુ આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ, પોરબંદર જિલ્લાના ભાવપરા ગામે રહેતા પરબતભાઇ રાજાભાઇ મોઢવાડીયા નામના વૃદ્ધને તે જ ગામમાં રહેતા આરોપીઓ હરસુખ મેરુભાઇ ઓડેદરા તથા સવદાસ મેરુભાઇ ઓડેદરા ખાણના ધંધાની ખટપટની શંકાના આધારે પરબતભાઇને કહેલ કે ‘તમારા ઘરે આવતા નાગાભાઇ-પી.એ.ને અમારી ખાણોની ખટપટ કરતા નહી અને નાગાભાઇ-પી.એ.ને તમારા ઘરે આવવા દેતા નહી’ તેમ કહેતા, પરબતભાઇએ કહેલ કે અમારે નાગાભાઇ-પી.એ. સાથે આવવા-જવાનો સબંધ છે જેથી હું તેને ઘરે આવવાની ના નહી પાડુ, આમ કહેતા આ બન્ને આરોપીઓ ઉશ્કેરાઇ ગયા હતા અને પરબતભાઇને ભૂંડી ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી, જેથી વૃદ્ધે પોલીસ ફરીયાદ કરતા પોલીસે આ બન્ને આરોપીઓ સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો