તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:પોરબંદરના ખાસ જેલના કેદીને પોલીસે માર માર્યાની ફરિયાદ

પોરબંદર9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રાજકોટ હોસ્પિટલ ખાતે લઈ જતી વખતે માર માર્યો

મૂળ આદિત્યાણા ગામે નવાપરા માં રહેતા અને હાલ ખાસ જેલ માં કાચા કામના કેદી તરીકે રહેતા વિંઝા ઉર્ફે વિજય રામદેભાઈ મોઢવાડીયા એ કમલાબાગ પોલીસ મથક માં નોંધાવેલ એનસી કેસ મુજબ પોતે 2018 થી એક ખુન કેશના ગુન્હામાં પોરબંદર ખાસ જેલમાં છે જે કેશ ચાલુ છે.

તા. 3/4ના વહેલી સવારના ચારેક વાગ્યે તેને પોરબંદર ખાસ જેલમાંથી રાજકોટ સારવારમાં લઇ જવા માટે પોલીસ જાપ્તો આવ્યો હતો જેમાં એક પીએસઆઈ વી.આર.ચોસલા તથા કોન્સટેબલ દેવેન્દ્રસિંહ તથા અન્ય બે પોલીસ કોન્સટેબલ અને તેને તથા જેલ માં રહેલા એેક પાકા કામના કેદી પ્રફૃલભાઇ મેરામણભાઇ છૈયાને નાળુ બાંધવા લાગ્યા હતા આથી વીંઝાએ તેને નાળું શા માટે બાંધો છો તેમ પૂછતા ચોસલા એ એવું જણાવ્યું કે નિખીલ દોંગા નામનો આરોપી નાસી ગયો હોવાથી અહી નાળું બાંધવુ પડશે.

કુતીયાણા વટતા વીંઝા ને બાંધેલું નાળુ ખુંચતા પોલીસ ને જાણ કરતા ચોસલાએ ગાડી ઉભી રખાવેલ અને વીંઝા ને ગાળો કાઢી માર માર્યો અને આ પછી તેઓને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા અને સવા બારેક વાગ્યે સારવાર પૂર્ણ થતા પોરબંદર આવવા માટે સરકારી વાહનમાં બેસી નીકળેલા અને સાંજના ચારેક વાગ્યે પોરબંદર જેલ ખાતે પરત આવ્યા બાદ એનસી ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો