અપરાધ:રાણાવાવમાં મકાન બાંધનાર કડિયા સાથે મનદુઃખ થતા સામસામી ફરીયાદ

પોરબંદર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મકાન માલિકે છેડતી કર્યાની પોલીસમાં ફરીયાદ નોંધાવી

પોબંદરના રાણાવાવ ગામે રહેતા એક મકાનધણીને મકાન બનાવનાર કડિયા સાથે મનદુઃખ થતા બન્ને પક્ષે સામસામી ફરીયાદ નોંધાવી છે.

 સામા પક્ષે મકાનધણી દેવાભાઇ ખુંટીના પત્ની માયાબેને ફરીયાદ નોંધાવી છે

રાણાવાવમાં રહેતા રવિભાઇ દેવાભાઇ જોડ નામના કડિયાએ ફરીયાદ નોંધાવી છે કે રાણાવાવના દેવા સૂકાભાઇ ખુંટી નામના શખ્સનુ તેણે મકાન બાંધી આપ્યુ હતુ અને તે મકાનની ચીતરીમાં પાણી ભરાતા દેવાભાઇએ મોડી રાત્રીના સમયે ફોન કરીને રીપેરીંગ કરી જાવ તેવું કહ્યુ હતુ, જેથી કડિયા રવિએ અત્યારે કોઇ માણસો મળી શકે નહી, સવારે કરી જઇશ, તેવું કહેતા ઉશ્કેરાઇને દેવાભાઇએ ફોનમાં ભૂંડી ગાળો કાઢી, જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જયારે સામા પક્ષે મકાનધણી દેવાભાઇ ખુંટીના પત્ની માયાબેને ફરીયાદ નોંધાવી છે કે રાણાવાવમાં રહેતા કડિયા રવિ દેવાભાઇ જોડ અને સંજયભાઇ નામના શખ્સે માયાબેન જ્યારે પોતાના ઘરમાં ચીતરીમાં વાસણ સાફ કરતા હતા ત્યારે ત્યાં આવી રવિએ માયાબેનની ચુંડદી ખેંચી પીઠ પર હાથ ફેરવ્યો હતો તેમજ સાથે આવેલા સંજય નામના શખ્સે તને આમા શું વાંધો છે ? તેમ કહી માયાબેન તથા સાહેદ તરૂણાબેનને આંખ મારી, ખરાબ ઇશારા કરીને છેડતી કરી હતી. પોલીસે બન્ને તરફની ફરીયાદ લઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...